બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઘરમાં સવાર-સાંજ ધૂપ કે અગરબત્તી કરનારા સાવધાન! હેલ્થને થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ્સ

આરોગ્ય / ઘરમાં સવાર-સાંજ ધૂપ કે અગરબત્તી કરનારા સાવધાન! હેલ્થને થઇ શકે છે આ સાઇડ ઇફેક્ટ્સ

Last Updated: 04:02 PM, 24 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા ઘરોમાં પૂજા દરમિયાન વપરાતા ધૂપ અને અગરબત્તીનો ધુમાડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. અનેક સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, તેના ધુમાડાથી ફેફસાં, શ્વાસ અને આંખો સહિતની સમસ્યા થઈ શકે છે.

જો તમે દરરોજ તમારા ઘરના મંદિરમાં પૂજા માટે અગરબત્તી પ્રગટાવીને તમારા દિવસની શરૂઆત કરો છો તો તમારે સમયસર તમારી આદત બદલવી જોઈએ. કેમ કે ધૂપ અને અગરબત્તી કરીને તમે અજાણતાં તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છો. અહીં આપણે પૂજા વિશે નહીં પરંતુ પૂજા માટે પ્રગટાવવામાં આવતા ધૂપ અને અગરબત્તી વિશે વાત કરી રહ્યા છીએ. અગરબત્તી સળગાવવાથી નીકળતો ધુમાડો તમારા સ્વાસ્થ્ય માટે ખતરાઓ પેદા કરી શકે છે. અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે અગરબત્તી અને ધૂપમાં વપરાતા પોલીએરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs)ની અસર ફેફસાં પર ખૂબ જ ખરાબ થાય છે. ચાલો જાણીએ કે ધાર્મિક વિધિઓ અને પૂજા સ્થળોમાં વપરાતી અગરબત્તીઓ સ્વાસ્થ્યને કયું કયું નુકસાન પહોંચાડી શકે છે.

  • ફેફસાં પર ખરાબ અસર

અગરબત્તીના ધુમાડામાં રહેલા રસાયણો ફેફસાંને નુકસાન પહોંચાડે છે. અનેક સ્ટડી સૂચવે છે કે અગરબત્તીઓ અને ધૂપમાં વપરાતા પોલી એરોમેટિક હાઇડ્રોકાર્બન (PAHs) ફેફસાં પર ખરાબ અસર કરે છે. તેમાંથી નીકળતો ધુમાડો શરીરના કોષો પર ખરાબ અસર કરે છે અને તે સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ ઝેરી હોય છે. ધૂપના ધુમાડામાં રહેલા રસાયણો ફેફસાના પટલમાં ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. તેના ધુમાડાના સતત સંપર્કમાં રહેવાથી ફેફસાના કોષોમાં સોજો આવી શકે છે.

  • ત્વચાની એલર્જી

લાંબા સમય સુધી ધૂપ અને અગરબત્તીનો ઉપયોગ કરવાથી આંખો અને ત્વચા સંબંધિત એલર્જી થઈ શકે છે. આ વસ્તુઓને બાળવાથી નીકળતા ધુમાડાથી આંખોમાં બળતરા થાય છે.તો સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને આ ધુમાડાના સંપર્કમાં આવવાથી ત્વચામાં ખંજવાળ મેહસૂસ થઇ શકે છે.

incense stick (2)
  • મગજ પર પાડે છે ખરાબ અસર

સુગંધિત ધૂપ અને અગરબત્તીમાંથી નીકળતો રાસાયણિક ધુમાડો વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. લાંબા સમય સુધી આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, એકાગ્રતાનો અભાવ, ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.

  • શ્વાસ લેવાની ક્ષમતા પર અસર

એક્સપર્ટ અનુસાર, ધુમાડો શ્વસનતંત્રને પણ અસર કરે છે. અનેક સ્ટડી મુજબ, ધૂપના ધુમાડાના સતત સંપર્કમાં રહેવાથી શ્વાસ લેવાની ક્ષમતા 30 ટકા સુધી પ્રભાવિત થઈ શકે છે. અગરબત્તી સળગાવવાથી હવામાં કાર્બન મોનોક્સાઇડ ફેલાય છે. જેના કારણે ફેફસામાં સોજો આવી શકે છે અને શ્વાસ સંબંધિત બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે. ધૂપના ધુમાડામાં રહેલા કણો, ગેસ અને કાર્બનિક સંયોજનો શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે વાયુમાર્ગને કમજોર પાડે છે.

વધુ વાંચો : ભૂલથી પણ વોશિંગ મશીનમાં આ 4 પ્રકારના કપડાં ન નાખતા, નહીંતર બગડતા વાર નહીં લાગે!

  • કેન્સરનું જોખમ

ખાસ કરીને અગરબત્તી અને ધૂપનો ધુમાડો ફેફસાંના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર કરે છે. આ ધુમાડાના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી વ્યક્તિ માટે અસ્થમા, સીઓપીડી, ફેફસાનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, ડિમેન્શિયા, માથાનો દુખાવો, માઈગ્રેન વગેરે જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhoop Agarbatti Incense Sticks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ