બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / health benefits of eating red grapes control diabetes weight and cardiovascular

આરોગ્ય ટિપ્સ / ડાયાબિટીસ, હાર્ટ એટેક... જેવી અનેક બીમારીઓથી રક્ષણ આપશે આ લાલ દ્રાક્ષ, ફાયદા જાણીને ચોંકી જશો

Bijal Vyas

Last Updated: 03:37 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલ દ્રાક્ષના ઘણા અદ્ભુત ફાયદા છે, જી હાં યુરોપિયન દેશોમાં લાલ દ્રાક્ષ વધુ લોકપ્રિય છે. તેમાંથી રેડ વાઈન બનાવવામાં આવે છે. આવો જાણીએ લાલ દ્રાક્ષથી થતા ફાયદા વિશે.......

  • લાલ દ્રાક્ષમાં સૌથી વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે.
  • લાલ દ્રાક્ષમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે બ્લડ શુગરને વધવા દેતું નથી.
  • લાલ દ્રાક્ષમાં હાજર ફ્લેવોનોઈડ આંખના સેલ્સને આરામ આપવામાં મદદ કરે છે

Benefits of Red Grapes: દ્રાક્ષ અનેક ગુણોથી સંપન્ન છે, પરંતુ શું તમે જાણો છો કે કયા રંગની દ્રાક્ષ સૌથી વધુ રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. નિષ્ણાતોના મતે, તમામ દ્રાક્ષમાં, લાલ રંગની દ્રાક્ષ સૌથી વધુ લાભદાયી છે. લાલ દ્રાક્ષના ઘણા અદ્ભુત ફાયદા છે. યુરોપિયન દેશોમાં લાલ દ્રાક્ષ વધુ લોકપ્રિય છે. તેમાંથી રેડ વાઈન બનાવવામાં આવે છે. પરંતુ ભારતમાં લાલ દ્રાક્ષનો ઉપયોગ ઓછો થાય છે. લોકો તેના વિશે વધુ જાણતા નથી. પરંતુ લાલ દ્રાક્ષ ગુણોની ખાણ છે. લાલ દ્રાક્ષમાં સૌથી વધુ એન્ટીઓક્સીડેન્ટ હોય છે.

લાલ દ્રાક્ષમાં વિટામીન એ, વિટામીન સી, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય એક કપ લાલ દ્રાક્ષમાં 52 કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 0 ગ્રામ ફેટ, 14 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 1 ગ્રામ ફાઇબર હોય છે. લાલ દ્રાક્ષમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ હોવાને કારણે તે ઘણી બીમારીઓનું જોખમ ઘટાડે છે. આવો જાણીએ, લાલ દ્રાક્ષના ફાયદા વિશે.

ફ્રૂટ જ્યુસની સાથે દવાઓ લેવાની ટેવ હોય તો આ જાણી લેજો, નહીંતર લેવાના દેવા  થઈ જશે | never eat any medicine with grapes juice it will cause allergy

લાલ દ્રાક્ષના ફાયદા
1. હાર્ટ એટેકના જોખમથી રક્ષણ:
જો લાલ દ્રાક્ષનું નિયમિત સેવન કરવામાં આવે તો તે હૃદય સંબંધિત તમામ પ્રકારની તકલીફોથી બચાવે છે. લાલ દ્રાક્ષમાં ફ્લેવોનોઈડ્સ અને પોલિફીનોલ્સ નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે રક્તવાહિનીઓને આરામ આપે છે અને હૃદયના સ્નાયુઓમાં કોઈપણ પ્રકારના બળતરા ઘટાડે છે. આ હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

2. ડાયાબિટીસ કંટ્રોલ: લાલ દ્રાક્ષમાં પૂરતી માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તેમ છતાં તે બ્લડ શુગરને વધારતું નથી પરંતુ તેને ઘટાડે છે. જો કે કેટલાક લોકો ડાયાબિટીસમાં લાલ દ્રાક્ષ વધારે મીઠી હોવાને કારણે તેને ન ખાવાની સલાહ આપે છે, પરંતુ આ બિલકુલ ખોટું છે. કારણ કે, લાલ દ્રાક્ષનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો હોય છે. તેનું કારણ એ છે કે, લાલ દ્રાક્ષ બ્લડ શુગર વધારતી નથી. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે બ્લડ શુગરને વધવા દેતું નથી.

3. વજન ઘટાડવામાં: જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે લાલ દ્રાક્ષ ફાયદાકારક છે. લાલ દ્રાક્ષમાં પૂરતી માત્રામાં ફાઈબર હોય છે જે ભૂખને ખૂબ જ ઘટાડે છે. આ સાથે જ લાલ દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જેનાથી પેટ ભરેલું લાગે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમને લાલ દ્રાક્ષનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે.

તમારા પરિવારને રોજ આપો આ જ્યુસ: સુંદરતા તો વધશે જ, હાર્ટ-BPની ચિંતા થશે દૂર  | Give grape juice to your family every day health tips

4. આંખોની રોશની માટે: લાલ દ્રાક્ષનું નિયમિત સેવન આંખોને હેલ્ધી રાખે છે. લાલ દ્રાક્ષમાં વિટામીન A મોટી માત્રામાં હોય છે. આ સિવાય લાલ દ્રાક્ષમાં હાજર ફ્લેવોનોઈડ આંખના સેલ્સને આરામ આપવામાં મદદ કરે છે.

5. હાડકાંને મજબૂત કરવા માટે ફાયદાકારક: લાલ દ્રાક્ષનું સેવન કરવાથી પણ હાડકાં મજબૂત થઈ શકે છે. લાલ દ્રાક્ષમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ