બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health bad habits increase risk of heart attack understand risks and prevention of heart attack
Arohi
Last Updated: 09:02 AM, 28 November 2023
ADVERTISEMENT
જે પ્રકારે લોકોમાં નાની ઉંમરમાં જ અચાનક હાર્ટ એટેકના કેસ જોવા મળી રહ્યા છે તે સ્થિતિમાં હાર્ટના પ્રતિ સચેત રહેવું વધારે જરૂરી થઈ ગયું છે. પરંતુ આધુનિક લાઈફસ્ટાઈલમાં આપણી ઘણી એવી ગંદી આદતો છે જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. જાણો તેના વિશે
ADVERTISEMENT
સ્ટ્રેસથી દૂર રહો
ચિંતા કે ડિપ્રેશન હાર્ટના મસલ્સને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો વધારે સ્ટ્રેસમાં રહે છે વધારે આલ્કોબોલ કે સિગરેટનું સેવન કરે છે તેના કારણે હાર્ટ પર સંકટ વધે છે. માટે હાર્ટને મજબૂત બનાવવું છે તો સ્ટ્રેસ ન લો.
દારૂ
દારૂનું સેવન લિવરને ખરાબ કરે છે સાથે જ હાર્ટને પણ ખૂબ નુકસાન પહોંચાડે છે. વધારે દારૂ પીવાથી હાઈ બ્લડ પ્રેશર, કાર્ડિયોમાયોપેથી, સ્ટ્રોક, કેન્સર અને અન્ય બીમારીનો ખતકો પણ વધી જાય છે. માટે કોઈ પણ સ્થિતિમાં દારૂનું સેવન ન કરો.
સ્મોકિંગ
હાર્ટ એટેક માટે તમાકુ કે તમાકુ પ્રોડક્ટનું સેવન ન કરો. તમાકુમાં હાજર નિકોટિન હાર્ટ બીટને ઝડપી કરી દેશે જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને હાર્ટના મસલ્સ કમજોર થઈ જાય છે.
સ્થૂળતા અને ડાયાબિટીસ
રિપોર્ટ અનુસાર સ્થૂળતા અને ડાયાબિટીસ બન્ને હાર્ટ એટેકના જોખમને વધારે છે. માટે ડાયેટ પર ધ્યાન આપો અને હેલ્ધી ભોજન કરો. તેની સાથે જ જો કોલેસ્ટ્રોલ વધે છે તો પણ હાર્ટ એટેકનો ખતરો છે.
હાર્ટ એટેકથી આ રીતે બચો
જણાવેલી દરેક ખોટી આદતોને છોડી દો. રોજ અડધો કલાક કે 45 મિનિટ સુધી એક્સરસાઈઝ કરો. હેલ્ધી ડાયેટ લો. જે પણ શાકભાજી કે ફ્રૂટ્સ સીઝનેબલ હોય તેનું સેવન કરો. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, પેક્ડ ફૂડ, વધારે ફાઈડ વસ્તુઓનું સેવન બિલકુલ ન કરો. સ્ટ્રેસ ન લો અને પુરતી ઉંઘ લો. સામાજીક જીવનમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.