ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાટીદાર સમાજની બેઠક વચ્ચે હાર્દિક પટેલનો સ્ટેટસ બોમ્બ, PAAS પર કર્યા આડકતરા પ્રહાર

હોબાળો / પાટીદાર સમાજની બેઠક વચ્ચે હાર્દિક પટેલનો સ્ટેટસ બોમ્બ, PAAS પર કર્યા આડકતરા પ્રહાર

Last Updated: 04:55 PM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે આ મામલે આંદોલનના દિવસે જ હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પર મુકેલ પોસ્ટર વાયરલ થયું હતું. હાર્દિક પટેલને આમંત્રણ ન આપવું અને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટ ખુબ જ સુચક હતી.

ADVERTISEMENT

Patidars Meeting In Gandhinagar : પાટીદાર અનામત આંદોલન સમિતી દ્વારા સમગ્ર ગુજરાતનાં પાટીદાર સમાજનાં અગ્રણીઓને સમાજની ચિંતન શિબિર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આયોજીત આ બેઠકમાં સમાજનાં સંગઠનો, અગ્રણીઓ સહિત અનેક લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. જો કે આ શિબિરમાં આશ્ચર્યજનક રીતે પાટીદાર અનામત આંદોલનમાં સૌથી વધુ ચમકેલા અને હાલનાં ભાજપનાં ધારાસભ્ય હાર્દિક પટેલને દુર રાખવામાં આવ્યા હતા. આ મામલો સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો હતો.

હાર્દિક પટેલની સુચન પોસ્ટ

જો કે આ મામલે આંદોલનના દિવસે જ હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા પર મુકેલ પોસ્ટર વાયરલ થયું હતું. હાર્દિક પટેલને આમંત્રણ ન આપવું અને હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટ ખુબ જ સુચક હતી. હાર્દિક પટેલની પોસ્ટમાં તેમણે લખ્યું કે, "આજે હું ધારાસભ્ય બન્યો અને વિરમગામ વિધાનસભામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સમૃદ્ધ ખેતી, વિકાસ અને ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે કામ કરી રહ્યો છું અને આ કાર્યમાં સપળ થઇશ-હાર્દિક પટેલ. મે મારા જીવનનો મહત્વપુર્ણ સમય સંઘર્ષ અને આંદોલનમાં આપ્યો હતો ત્યારે હું 20 વર્ષનો હતો. એ સંઘર્ષ કે આંદોલનમાં શું થશે તેની કોઇ અપેક્ષા મને કે ગુજરાતનાં લોકોને પણ નહોતી. એક વર્ષ જેલમાં રહ્યો અને અનેક કેસોનો સામનો કર્યો પરંતુ લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ-નોકરીનો લાભ મળ્યો. હું માનુ છું કે, આંદોલનની એ સફળતા સૌની સમજમાં ન આવે પરંતુ જે ખેડૂત કે ગરીબનાં દીકરાને શિક્ષણ અને નોકરીમાં લાભ મળે છે તે જ અમને જાણી શકે છે."

આ પણ વાંચો : પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદે બોલાવી રમઝટ, દ્વારકામાં તો 4 કલાકમાં જ 2 ઈંચ ખાબક્યો

હાર્દિકની પોસ્ટ મુકવાનો સમય ખુબ જ સુચક

જો કે આ પોસ્ટ હાર્દિક પટેલે એવા સમયે મુકી છે જ્યારે પાસનાં સભ્યોની મીટિંગ ચાલી રહી છે. જેી આ પોસ્ટ ન માત્ર સુચક પરંતુ ઘણું કહી જાય છે. જો કે પાસ દ્વારા હાર્દિકને આમંત્રીત ન કરવા માટે જે તર્ક આપ્યો તે પણ ખુબ જ વિચિત્ર પ્રકારનો છે. પાસનાં દિનેશ બાંભણીયાએ કહ્યું કે, કોઇ પણ પક્ષ સાથે જોડાયેલા કે ચૂંટાયેલા લોકોને અમે આમંત્રીત નથી કર્યા. તો બીજી તરફ અલ્પેશ કથીરિયા, રેષમા પટેલ સહિત અનેક લોકો એવા હતા જે ન માત્ર હાર્દિક જે પક્ષમાં તે પક્ષમાં જોડાયેલા છે પરંતુ કોઇને કોઇ નાનો મોટો હોદ્દો પણ ભોગવી રહ્યા છે.

અલ્પેશ કથીરિયાએ કર્યો બચાવ

જો કે બેઠક અંગે સ્પષ્ટતા કરતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, આ અમારી 25 મી બેઠક છે મોટે ભાગે અમે સમયાંતરે આ પ્રકારની બેઠક કરતા રહીએ છીએ. આ સમાજમાં વ્યાપી રહેલા દુષણો, સારી પ્રવૃતિ સહિતની સમાજને સ્પર્શતી બાબતો અંગે ચિંતન કરતા રહીએ છીએ. એટલે આ બેઠકનો ઉદ્દેશ્ય માત્ર સામાજિક બાબતો જ છે કોઇ પણ સરકારી કે અન્ય કોઇ પણ પ્રકારનો રાજકીય ઉદ્દેશ્ય નથી.

દિનેશ બાંભણીયાએ કરી સ્પષ્ટતા

દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, આ બેઠકમાં બે મામલા મહત્વનાં તરીને આવ્યા છે. જેમાં પ્રથમ મુદ્દો છે ઓનલાઇન ગેમિંગનાં સતત વધી રહેલા દૂષણને ડામવા માટે સરકાર કડક કાયદો લાવે. આ માત્ર પાટીદારો નહી પરંતુ સમગ્ર ગુજરાતને સ્પર્શતો મુદ્દો છે. બીજો મુદ્દો છે લગ્ન માટે દિકરીઓનાં વાલી-વારસની સંમતી હોય. પ્રેમ લગ્નનાં કિસ્સામાં ફરજીયાત તેના વાલી વારસની સંમતી લેવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ગોંડલ અને સૌરાષ્ટ્રમાં પૈસા વ્યાજે આપીને પાટીદાર સમાજ સહિત અઢારેય વરણને પરેશાન કરવામાં આવે છે તેના પર સરકાર અંકુશ લાવે તે ખુબ જ જરૂરી બન્યું છે. યુવા સ્વાલંબન યોજનાનાં સુધારા વધારા, બિન અનામત આયોગનાં ચેરમેનનું પદ 1 વર્ષ કરતા વધારે સમયથી ખાલી છે સહિતનાં મામલે સરકારને રજુ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Patidar community meeting attack on PAAS Paas meeting at Gandhinagar Hardik Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ