ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદે બોલાવી રમઝટ, દ્વારકામાં તો 4 કલાકમાં જ 2 ઈંચ ખાબક્યો

photo-story

8 ફોટો ગેલેરી

Gujarat Rain / પોરબંદર, જામનગર સહિતના જિલ્લાઓમાં વરસાદે બોલાવી રમઝટ, દ્વારકામાં તો 4 કલાકમાં જ 2 ઈંચ ખાબક્યો

Last Updated: 02:27 PM, 28 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોને કવર કરી લીધા છે. હવામાન વિભાગે ભારે પવન અને વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.

1/8

photoStories-logo

1. ગુજરાતમાં ચોમાસાની જોરદાર શરૂઆત

ગુજરાતમાં ચોમાસાનું આગમન આ વર્ષે ખુબ જ ધમાકેદાર રહ્યું છે. 16 જૂનથી શરૂઆત થયા બાદ માત્ર 11 દિવસમાં રાજ્યભરના વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી છે. ઘણા જિલ્લાઓમાં સતત વરસાદી માહોલ છવાયેલો છે અને સૌ કોઇને રાહત મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. હવામાન વિભાગની આગાહી અને એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જયારે બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ

દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. માત્ર 4 કલાકમાં શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. મુખ્ય બજારોમાં પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર, રાવલ, પાનેલી અને ટંકારિયા સહિતના ગામોમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. ઉપરવાસમાં વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ

દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. વરસાદના પાણીના કારણે ખેતરો ભીના થતાં ચોમાસાની વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને કૃષિ આધારિત વિસ્તારોમાં આ વરસાદ ખેતી માટે લાભદાયક બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. જામનગરમાં છુટોછવાયો વરસાદ

જામનગર શહેરમાં ફરી મેઘસવારી જોવા મળી છે. ખોડીયાર કોલોની, જી.જી. હોસ્પિટલ, લાલ બંગલા અને ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. નજીકના ગામડાઓમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. પાટણ જિલ્લામાં વરસાદની વાપસી

પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. કુણઘેર, ખલીપુર અને માતપુર ગામે ઝરમર વરસાદ નોંધાયો છે. ખેડૂતોને હવે આશા છે કે ચોમાસુ પાક સારી રીતે ઉગશે અને ઉત્પાદન વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. પોરબંદરમાં મેઘરાજાની આગમન સાથે રાહતભર્યો વરસાદ

પોરબંદરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. શહેરમાં કમલાબાગ, એમ.જી.રોડ અને ખરવવાડ જેવા વિસ્તારોમાં સારેસાર વરસાદ ખાબક્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડતાં ખેડૂતો અને શહેરવાસીઓ બંનેને ગરમીમાંથી મોટી રાહત મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. વધુ વરસાદ માટે એલર્ટ જારી

હવામાન વિભાગે જણાવ્યું છે કે આવતીકાલે 13 જિલ્લામાં વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેના પગલે અહીં ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain in Gujarat IMD rain alert Gujarat monsoon 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ