ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Hardik Patel resigns from Gujarat Congress, Congress workers aggression against Youth Congress President Vishwanath Singh Vaghela

ડખો / હાર્દિકે રાજીનામું આપી દેતા કોંગ્રેસના આ મોટા નેતા સામે કાર્યકર્તો ગુસ્સે ભરાયા, કહ્યું- સ્ટેન્ડ ક્લિયર કરો

Published By: Vishnu

Last Updated: 07:14 PM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પટેલના રાજીનામાં બાદ ગુજરાત યુથ કોંગ્રેસમાં આંતરિક વિરોધનો સૂર, વોટ્સએપ ગ્રુપમાં યુથ કોંગ્રેસના પ્રમુખ સામે કાર્યકરોનો મોરચો

ADVERTISEMENT

  • હાર્દિક પટેલના કોંગ્રસમાંથી રાજીનામાં બાદ આંતરિક ડખો
  • ગુજરાત યુથ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં આક્રોશ
  • યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સામે આક્રોશ 

ગુજરાત કોંગ્રેસથી હાર્દિકે હાથ ધોઈ કાઢ્યા છે ત્યારે અચાનક રાજીનામાંથી રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલે રાજીનામુ આપતાની સાથે જ કોંગસની કાર્ય પધ્ધતિ અને હાઈકમાન્ડના નિર્ણયો પણ આરોપોની વણઝાર લગાવી છે. 

વિશ્વનાથના નેતા હાર્દિક પટેલ કે રાહુલ ગાંધી તે સ્પષ્ટ કરે : કોંગી કાર્યકર્તાઓ

તેવામાં હાર્દિક પટેલના રાજીનામાં બાદ ગુજરાત યુથ કોંગ્રેસમાં આંતરિક કલેહ સામે આવી રહ્યો છે. ગુજરાત યુથ કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં કાર્યકતાઓ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સામે આક્રોશ વ્યક્ત કરી રહયા છે. વિશ્વનાથસિંહ વાઘેલાને સ્ટેન્ડ ક્લિયર કરવા કાર્યકરો ચીમકી આપી રહ્યા છે અને ઉપરા છાપરી પ્રશ્ન કરી રહ્યા છે કે વિશ્વનાથના નેતા હાર્દિક પટેલ કે રાહુલ ગાંધી તે સ્પષ્ટ કરે, આક્રોશને જોતાં પહેલા ગુજરાતના યુવાનોની પડખે કોંગ્રેસ રહેશે તેવી વાત કરનાર વિશ્વનાથસિંહ વાઘેલાએ હાર્દિક પટેલ વિરોધમાં ટ્વીટ કરી, યુવા કોંગ્રેસના કાર્યકર્તાનો વિરોધ થાળે પાડયો હતો.

હાર્દિક પટેલ પર નરમ ટ્વીટ કરતાં કોંગી કાર્યકરો અકળાયાં, જુઓ શું કહ્યું હતું ટ્વીટમાં

હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રસમાંથી રાજીનામું આપ્યું છે ગુજરાતના યુવાનોએ નહીં, હાર્દિક પટેલ જ્યારે કોંગ્રસમાં હતા ત્યારે અને હાલમાં નથી ત્યારે પણ ગુજરાતની અસ્મિતા માટે ગુજરાતના દરેક યુવાનોના સંઘર્ષમાં ગુજરાત યુવક કોંગ્રેસ યુવાનોની સાથે જ છે. આ ટ્વિટ કરતાં યૂથ કોંગ્રસના ગ્રુપમાં એક બાદ એક વિશ્વનાથસિંહ વાઘેલા સામે મેસેજ થયા હતા જે બાદ તેમણે હાર્દિક વિરુદ્ધ લખ્યું હતું.

હાર્દિક પટેલે કાર્યકારી પ્રમુખ સહિતના તમામ હોદ્દાઓ પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે...ત્યારે હાર્દિક પટેલના રાજીનામાને લઈને હાલ રાજકારણ ગરમાયું છે...અલ્પેશ કથીરિયાએ હાર્દિક પટેલના નિર્ણયને સમર્થન આપ્યું છે. જ્યારે SPGના અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિકના નિર્ણય પર રોષ વ્યક્ત કર્યો છે.

હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશઃ વિશ્વનાથસિંહ વાઘેલા

યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને રહીશ. હું 2004થી કોંગ્રસ સાથે જોડાયેલો છું. લાખો લોકોઍ વોટ આપી પ્રમુખ બનાવ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં દરેક લોકો પોતાનો મત રજૂ કરી શકે છે. અમે આંતરિક ચૂંટણી પદ્વતિથી ચૂંટાયા હોવાથી મતભેદ શક્ય છે.

હાર્દિકના સાથીઓનું સ્ટેન્ડ શું ? 

  • અલ્પેશ કથિરિયા - હાર્દિકના નિર્ણયની તરફેણમાં 
  • લલિત વસોયા - હાર્દિકના નિર્ણયની તરફેણમાં 
  • દિનેશ બાંભણિયા - હાર્દિકના નિર્ણયની વિરુદ્ધ
  • મનોજ પનારા - હાર્દિકના નિર્ણયની વિરુ્દ્ધ
  • ગીતા પટેલ - હાર્દિકના નિર્ણયની વિરુદ્ધ 
  • વરુણ પટેલ - હાર્દિકના નિર્ણયની વિરુ્દ્ધ 
  • દિલિપ છાબવા - હાર્દિકના નિર્ણયની તરફેણમાં

નરેશ પટેલના કારણે હાર્દિકે રાજીનામું આપ્યું: રઘુ શર્મા

રઘુ શર્માએ કહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યા છે અને તે સારા વ્યક્તિ છે, સામાજિક વ્યક્તિ છે, નરેશ પટેલ પાર્ટીમાં આવી રહ્યા છે તે વાતના કારણે હાર્દિકને પેટમાં દર્દ થઈ રહ્યું હતું, એવામાં આવા દર્દનો અમારી પાસે કોઈ ઈલાજ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Congress Workers Gujarat congress Vishwanath Singh Vaghela hardik patel resigns youth congress કોંગ્રેસ કાર્યકર્તા ગુજરાત કોંગ્રસ નારાજ યુવા કોંગ્રેસ વિશ્વનાથસિંહ વાઘેલા હાર્દિક પટેલ Hardik Patel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ