બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / સ્પોર્ટસ / Cricket / hardik pandya t20 world cup team danger of being out of t20 world cup know

ક્રિકેટ / શું T20 World Cupમાંથી હાર્દિક પંડ્યાનું પત્તું કપાઇ જશે? ટીમમાં એન્ટ્રી માટે BCCIએ મૂકી આ શરત

Dinesh

Last Updated: 12:58 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Pandya: હાર્દિક પંડ્યા આ આઈપીએલમાં બોલર તરીકે પણ સરેરાશ દેખાઈ રહ્યો છે. પંડ્યાએ આઈપીએલમાં અત્યાર સુધી 6માંથી 4 મેચમાં જ બોલિંગ કરી છે.

Hardik Pandya: T20 વર્લ્ડ કપ ભારતીય ટીમ ટૂંક સમયમાં ખેલાડી પસંદગી કરી શકે છે. ટીમની જાહેરાત મેના પ્રથમ સપ્તાહમાં અથવા એપ્રિલના છેલ્લા સપ્તાહમાં થઈ શકે છે. બીસીસીઆઈ 15 સભ્યોની ટીમની જાહેરાત કરવા જઈ રહી છે.  ચાહકો ટીમ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે હવે T20 વર્લ્ડ કપ માટે પસંદ થનારી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાની પસંદગીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. IPLમાં પંડ્યાનું પ્રદર્શન ખૂબ જ મીડિયમ રહ્યું છે. તાજેતરના સમયમાં આવા ઘણા ખેલાડીઓ સામે આવ્યા છે જેમણે પોતાના પ્રદર્શનથી BCCI સમક્ષ પોતાનો રમવાનો દાવો રજૂ કર્યો છે. જે સ્થિતિમાં હાર્દિકની જગ્યા પર દાવ લટકી રહ્યો છે.

.

VIDEO : 'હવે હું છોકરાઓ સાથે'...MI સાથે જોડાયા બાદ હાર્દિક પંડ્યાનો આવ્યો  વીડિયો, શું બોલ્યો I Feels good to be back': Hardik Pandya shares old video  when he was sold at ₹10

ટીમ સિલેક્શનને લઈ દાવો કરાયો હતો
એક રિપોર્ટ મુજબ હાલમાં જ BCCIએ રાહુલ દ્રવિડ અને રોહિત શર્મા સાથે ટીમ સિલેક્શનને લઈને એક બેઠક યોજી હતી. જેમાં હાર્દિકના સ્થાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં એ વાત સામે આવી હતી કે જો હાર્દિકને ટીમમાં આવવું હોય તો તેને કાયમી બોલિંગ કરવી પડશે. ત્યારે જ તેની પસંદગી વિશે વિચારી શકાય. એક અહેવાલ મુજબ પસંદગીકારો પંડ્યા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રિપોર્ટમાં જે વાત સામે આવી છે તે એ છે કે હાર્દિકની ટી-20 વર્લ્ડ કપની ટીમમાં પસંદગી ત્યારે જ થશે જ્યારે તે IPL મેચ દરમિયાન બોલિંગમાં સારૂ પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે પંડ્યા આ આઈપીએલમાં રેગ્યુલર બોલિંગ નથી કરી રહ્યો, જેના કારણે આવા સવાલો ઉભા થઈ રહ્યા છે.

હાર્દિક બોલર તરીકે પ્રભાવ પાડી શક્યો નથી
હાર્દિક પંડ્યા આ આઈપીએલમાં બોલર તરીકે પણ સરેરાશ દેખાઈ રહ્યો છે. પંડ્યાએ આઈપીએલમાં અત્યાર સુધી 6માંથી 4 મેચમાં જ બોલિંગ કરી છે. ગુજરાત ટાઇટન્સ સામે 3 ઓવર અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 4 ઓવર બોલિંગ કરી છે. ત્યારબાદ તે પછીની બે મેચમાં બોલિંગ કરી શક્યો ન હતો. પંડ્યાએ ચેન્નાઈ સામે ત્રણ ઓવર ફેંકી હતી. તેની બોલિંગ પણ પહેલા જેવી દેખાતી નથી.

વાંચવા જેવું: પહેલાં યુવતીએ કૉલ કરી યુવકને બોલાવ્યો જૂનાગઢ, બાદમાં પાડ્યા નિર્વસ્ત્ર ફોટા, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

શિવમ દુબે- રિયાન પરાગે દાવેદારી નોંધાવી
તમને જણાવી દઈએ કે CSK માટે જોરદાર પ્રદર્શન કરનાર શિવમ દુબેએ T20 વર્લ્ડ કપ ટીમ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. સાથે જ પરાગે પણ આ IPLમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Hardik pandya IPL 2024 Latest News T20 Word cup હાર્દિક પંડ્યા હાર્દિક પંડ્યાની પસંદગી cricket news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ