ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot was trapped in a honeytrap by a girl from Junagadh and demanded money
Last Updated: 10:58 AM, 17 April 2024
ADVERTISEMENT
રાજકોટના યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં જૂનાગઢની એક યુવતીએ કન્સ્ટ્રકશનનાં ધંધાર્થીને ફોન કરી જૂનાગઢ બોલાવ્યો હતો. જ્યાં એક રૂમમાં લઇ ગઇ હતી. બાદમાં અન્ય લોકોને બોલાવી માર મારી ધમકાવી રૂપિયાની માંગણી કરી હતી.
ADVERTISEMENT
જૂનાગઢનો યુવક હનીટ્રેપમાં ફસાયો
યુવકને યુવતી રૂમમાં લઈ જઈ યુવતીના માતા, ભાઇ અને તેના મિત્રએ આવી નગ્ન ફોટા પાડી બેટ વડે મારમારીને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સોનાની વીંટી કાઢી લીધી હતી. એટલું જ નહીં રૂપિયા 7 લાખ સમાધાનનાં માંગ્યા હતા. પણ યુવતીની માતા હોવાનો દાવો કરનાર મહિલાએ આવી રૂપિયા 25 લાખ માંગ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું. બાદમાં યુવક રાજકોટ જઇ ઘરે અને મિત્રને વાત કરી હતી. બાદમાં યુવતી રૂહી પટેલ, રવિ, સાગર, જયસુખ રબારી, મંજુલા હીરપરા સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેતા આ ફરિયાદ નોંધાવી છે. હાલ જૂનાગઢ બી ડિવિઝન પોલીસે યુવકની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.