બ્રેકિંગ ન્યુઝ

logo
logo

KKRએ IPL 2024ના ફાઈનલમાં મેળવ્યું સ્થાન, SRH સામે 8 વિકેટે જીત

logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Harani Lake boat accident case Court granted 5 days remand of accused Dharmin Bhatani

વડોદરા બોટકાંડ / હરણી લેક દુર્ઘટના; આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, અનેક ખુલાસા થવાની સંભાવના

Dinesh

Last Updated: 07:55 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Harani boat accident: હરણી લેક બોટ દુર્ઘટના કેસમાં આરોપી ધર્મિન ભટાણીના કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, આરોપીની અમદાવાદ એરપોર્ટથી કરાઈ હતી ધરપકડ

  • વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મંજૂર
  • કોર્ટે આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  • ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવના


વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.  અત્રે જણાવીએ કે, કોર્ટે આરોપી ધર્મિન ભટાણીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, હરણી બોટ દુર્ઘટના કેસમાં ગઈકાલે પણ બે અધિકારી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. 

કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
આરોપી ધર્મિન ભટાણીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી. 

એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો
બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો માંગ્યો હતું. હજુ વધુ અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર કાર્યવાહી કરી શકે છે.

વાંચવા જેવું: તરભ વાળીનાથ ધામ મહોત્સવ: આજથી યજ્ઞ શરૂ, પાંચ દિવસમાં 51 લાખ આહુતિ અપાશે

જાણો સમગ્ર દૂર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ