બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Hanuman Jayanti 2024 remedies to related vermilion on hanuman jayanti

Hanuman Jayanti 2024 / હનુમાન જયંતી પર કરો સિંદૂર સાથે જોડાયેલા આ ઉપાય, શનિ અને દુર્ઘટનાના ભયથી મળશે મુક્તિ

Published By: Arohi

Last Updated: 08:07 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2024: હિંદૂ ધાર્મિક માન્યતા અનુસાર સિંદૂર હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. હિંદૂ ધાર્મિક કાર્યોમાં પણ સિંદૂરનો ઉપાય કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે સિંદૂર સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી શનિની સાડેસાતી અને ઢૈય્યાથી છુટકારો મળી શકે છે.

સંકટ મોચન, અંજનીપુત્ર, પવનપુત્ર, રામભક્ત હનુમાનને આવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. દરે વર્ષે ચૈત્ર મહિનાની પૂનમે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે. આ વખતે 23 એપ્રિલ એટલે કે આજે હનુમાન જયંતી ઉજવવામાં આવશે. હનુમાન જયંતીનો પર્વ સંકટમોચનને સમર્પિત છે. 

માટે આ દિવસે હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ પૂજા પાઠ કરવા આવે છે. માન્યતા અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવાથી ભક્તોની દરેક પ્રકારની મનોકામનાઓ પુરી થાય છે. 

સિંદૂરના ઉપાયથી દૂર થશે શનિની સાડેસાતી
હિંદૂ ધાર્મિક માન્યતા અનુસાર સિંદૂર હનુમાનજીને અતિ પ્રિય છે. હિંદૂ ધાર્મિક કાર્યોમાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. હનુમાન જયંતીના દિવસે કે મંગળવારે સિંદૂર સાથે જોડાયેલા અમુક ઉપાય કરવાથી શનિની સાડેસાતી અને ઢૈય્યાની પીડાથી છુટકારો મળવાનો શરૂ થઈ જાય છે. 

શનિની સાડેસાતીથી મળશે મુક્તિ 
હનુમાન જયંતી પર સિંદૂર અને ચમેલીના તેલનું સંકટ મોચન હનુમાનના પગમાં લીપણ કરો. તેનાથી શનિની સાડેસાતી અને ઢૈય્યાની પીડાથી છુટકારો મળવાનો શરૂ થઈ જાય છે. 

દૂર્ઘટનાનો ભય થશે સમાપ્ત 
જો હનુમાનજીને અર્પિત કરેલા સિંદૂરનો વ્યક્તિ માથા પર તિલક લગાવે છે તો તેને દુર્ઘટનાનો ભય નથી રહેતો અને દરેક પ્રકારના સંકટથી પણ દૂર થઈ જાય છે. 

વિદ્યા અને જ્ઞાનની થશે પ્રાપ્તિ 
જો વિદ્યાર્થી હનુમાનજીને ચડાવવામાં આવેલા સિંદૂરથી પોતાના પુસ્તક તિલક કરે છે અથવા તો સ્વસ્તિક બનાવે છે તો તેને બુદ્ધિ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 

વધુ વાંચો: હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલો, મંગળવારે પાઠ કરવાથી મળશે શુભ ફળ

મળે છે બળ, રોગ થાય છે દૂર 
આ બધા ઉપરાંત જે વ્યક્તિ હનુમાનજીને ચડાવવામાં આવેલા સિંદૂરને પોતાના માથા અને ગળા પર લગાવે છે તો તેને બળની પ્રાપ્તિ થાય છે અને આવા મનુષ્ય સામાન્ય રીતે રોગોથી દૂર રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Jayanti 2024 Remedies સિંદૂર હનુમાન જયંતી Hanuman Jayanti 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ