બ્રેકિંગ ન્યુઝ
ભગવાન શ્રીરામના પરમ ભક્ત કહેવાતા સંકટ મોચન હનુમાન ઘર-ઘરમાં પૂજાય છે. બળ અને બુદ્ધિના આશીર્વાદ આપનાર બજરંગબલી સંકટમાં રક્ષા કરે છે. ભક્ત હનુમાન ચાલીસા અને બજરંગબલીનો પાઠ કરીને હનુમાનજીની આરાધના કરે છે. આમ તો હનુમાન ચાલીસા મંગળવાર અને શનિવારે કરવામાં આવે છે પરંતુ અમુક ભક્ત રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે.
ADVERTISEMENT
.jpg)
કહેવાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સંકટ દૂર થાય છે અને સાધક ભયમુક્ત થાય છે. તેની સાથે સાથે જાતક પર બજરંગબલીની કૃપા બની રહે છે. આટલું જ નહીં હનુમાન ચાલીસાનો પાઠ કરનાર પર ભગવાન રામ અને શિવ-પાર્વતીના પણ આશીર્વાદ રહે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાના પણ અમુક ખાસ નિયમ છે. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો આ ભૂલોને નજરઅંદાજ ન કરો.
ADVERTISEMENT
હનુમાન ચાલીસા વાંચતી વખતે ન કરતી જોઈએ આ ભૂલો
હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મન શુદ્ધ અને શંકાઓથી મુક્ત હોવું જોઈએ. હનુમાવ ચાલીસાનો પાઠ કરતી વખતે વ્યક્તિને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા પોતાના દિલમાં ન રાખવી જોઈએ. મનમાં ભક્તિ અને સકારાત્મકતા રાખતા પાઠ કરશો તો તેના શુભ ફળ પ્રાપ્ત થશે. હનુમાનજી નિર્બળનો સદા સાથ આપે છે.

ADVERTISEMENT
વધુ વાંચો: આવનારા સાત દિવસ તમારા કેવા રહેશે ? જાણો તમામ રાશિઓનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
જે લોકો નિર્બળોને કોઈ વાત વગર હેરાન કરે છે તેમના પર ક્યાકેય હનુમાનજીની કૃપા નથી વરસતી. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો નિર્બળને હેરાન કરવાનું અને તેમને અપશબ્દો ન બોલવા. તેનાથી હનુમાન ચાલીસાના પાઠનું ફળ નથી મળતું. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે સાધકને કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત ન કરવી જોઈએ. પોતાનું સંપૂર્ણ ધ્યાન પ્રભુના ચરણોમાં લગાવતા પાઠ કરવો જોઈએ. નહીં તો પાઠનું ફળ નથી મળતું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.