બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Hanuman Jayanti 2024 easy tulsi remedies to gain wealth

Hanuman Jayanti 2024 / હનુમાન જયંતિ પર તુલસીનો આ સરળ ઉપાય કરો, તમને મળશે ધન લાભ

Published By: Arohi

Last Updated: 07:34 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hanuman Jayanti 2024: સંકટમોચક હનુમાનજીનો જન્મોત્સવ ચૈત્ર મહિનાની પૂજનના દિવસે ઉજવવામાં આવે છે. હનુમાન જયંતીનો દિવસ બજરંગબલીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે.

ભગવાન હનુમાન ખૂબ જ શક્તિશાળી, બળવાન અને બધા સંકટોને દૂર કરનાર છે. હનુમાનજીને અમર રહેવાનું વરદાન પણ પ્રાપ્ત છે. માટે હનુમાનજીની જન્મતિથિને જયંતીની જગ્યા પર જન્મોત્સવ કહેવું વધારે યોગ્ય માનવામાં આવે છે. 

હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂર્ણીમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ હનુમાનજીની કૃપા મેળવવા માટે ખાસ હોય છે. આ વર્ષે હનુમાન જયંતી 23 એપ્રિલ 2024, મંગળવારે છે. આ દિવસે હનુમાનજીને ચોલા ચઢાવવા, બજરંગ બાણનો પાઠ કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભ આપે છે. 

સાથે જ હનુમાન જયંતીનો દિવસ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે પણ ખાસ હોય છે. માટે આ દિવસે તુલસી સાથે જોડાયેલો એક ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. 

હનુમાનજીને પણ પ્રિય છે તુલસી 
હનુમાનજીના પુજનમાં સિંદૂર, પીળા ફૂલ, બૂંદીના લાડવા, ઈતર, ધજા વગેરે ચડાવવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો આ વાત જાણે છે કે હનુમાનજીને તુલસી પણ ખૂબ જ પ્રિય છે. આ હનુમાન જયંતી પર તુલસી સાથે જોડાયેલું એક કામ કરી લો તો હનુમાનજીની કૃપા તમારા પર રહેશે સાથે જ માતા લક્ષ્મી પણ ધનનો વરસાદ કરશે. 

હનુમાન જયંતીના ઉપાય 
હનુમાન જયંતીના દિવસે લાલ સિંદૂરમાં ચમેલીનું તેલ નાખો અને પછી તુલસીના પાનથી હનુમાનજીને તીલક કરો. હનુમાનજીના પાનથી હનુમાનજીને તિલક કરવાનો આ ઉપાય તમારા કષ્ટોને દૂર કરશે. 

સાથે જ હનુમાન જયંતી વખતે હનુમાનજીને જે પણ ભોગ લગાવો, તેમાં તુલસીના પાન જરૂર નાખો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. આ ઉપાય કરવાથી જાતક પર હનુમાનજીની કૃપા બની રહે છે. સાછે જ ઘરમાં ધન-દોલત, સમૃદ્ધિ વધે છે. 

વધુ વાંચો: હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરતા આ ભૂલો, મંગળવારે પાઠ કરવાથી મળશે શુભ ફળ

તુલસીની માળા 
આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે હનુમાનજીને તુલસીના પાનની માળા બનાવીને અર્પિત કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કરવાથી હનુમાનજી અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને ધન લાભના પ્રબળ યોગ બને છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Jayanti 2024 Wealth tulsi remedies તુલસી હનુમાન જયંતી 2024 Hanuman Jayanti 2024

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ