બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / haldarvas former sarpanch allegation on cabinet minister Arjun Singh Chauhan of physical abuse

આક્ષેપ / મીટિંગના બહાને લઈ જતાં, ગમે ત્યારે મિત્રોને મોકલતા…: ગુજરાતના કેબિનેટ મંત્રી પર શારીરિક શોષણનો ગંભીર આરોપ

Dhruv

Last Updated: 04:27 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર ખેડાના હલદરવાસના પૂર્વ સરપંચે પોતાની પત્નીનું શારીરિક શોષણ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો.

  • કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર શારીરિક શોષણનો ગંભીર આરોપ 
  • ખેડાના હલદરવાસના પૂર્વ સરપંચે મંત્રી પર લગાવ્યા ગંભીર આક્ષેપ
  • અર્જુનસિંહે મારી પત્ની સાથે શોષણ કર્યું અને મિત્રો સાથે પણ તેઓ મોકલતા

હલદરવાસના પૂર્વ સરપંચે ખેડાના SPને અરજી આપી છે. જે મામલે અરજદારનું એમ કહેવું છે કે, 'મંત્રી અર્જુનસિંહે ચાર વર્ષ સુધી મારી પત્નીનું શારીરિક શોષણ કર્યું. મિટીંગના બહાને મંત્રી પત્નીને બહાર લઇ જતા હતા. અર્જુનસિંહ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ હતા ત્યારે તેઓએ શોષણ કર્યું હતું. આથી મંત્રીના ડરના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી.' અરજદારના પત્ની તાલુકા પંચાયતના સભ્ય હતા એ સમયે ઘટના બન્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જુઓ શું કહ્યું હલદરવાસના પૂર્વ સરપંચે?

આ સમગ્ર ઘટના અંગે હલદરવાસના પૂર્વ સરપંચે જણાવ્યું કે, 'મારું નામ હિતેશકુમાર શંકરલાલ પટેલ છે. હું હલદરવાસનો રહેવાસી છું અને ઘટના એવી બનેલી છે કે 26 વર્ષ પહેલા મારા મેરેજ થયા ત્યાર બાદ અત્યારે 15ની સાલ પછી મારી વાઇફ ડેલિકેટ બની. જેથી તેને અવારનવાર મિટીંગમાં આવવા-જવાનું થતું. ત્યારે મારી પત્નીએ એક દિવસ મને કીધું કે, 'મારી સાથે આવું થઇ રહ્યું છે અને મને ધાકધમકી આપેલી છે, મારા પત્નીને અર્જુનસિંહ ચૌહાણે ધમકી આપેલી કે જ્યારે તેઓ મહેમદાવાદ તાલુકાના MLA હતા. ત્યારે તેઓએ મારી પત્ની સાથે શોષણ કર્યું અને અવારનવાર બોલાવીને ગમે ત્યારે તેમના મિત્રો સાથે પણ તેઓ મોકલતા હતા.'

તેઓએ બરબાદ કરી નાખવાની પણ ધમકી આપેલી: પૂર્વ સરપંચ

વધુમાં હલદરવાસના પૂર્વ સરપંચે જણાવ્યું કે, 'મારી પત્ની એ વખતે મહેમદાવાદ તાલુકા પંચાયતમાં સદસ્ય હતા, ડેલિગેટ હતા એટલે તેઓ તેમના સંપર્કમાં આવ્યા. મીટિંગમાં જ્યારે જવાનું થતું ત્યારે તેઓની સાથે મુલાકાત થતી. જ્યારે આ ઘટના બની ત્યારે મારી પત્નીને મારી નાખવાની ધમકીનો ડર હતો અને બરબાદ કરી નાખવાની પણ તેમને ધમકી આપેલી. મારી પત્નીએ જે-તે સમયે મને સવારના 6 વાગ્યે આ બાબત અંગે જાણ કરી હતી. એ ડરેલી જ હતી અને નહોતી જ કહેવાની પછી મે થોડું તેની પર દબાણ કર્યું કે મને જે હોય તે કેહ. પછી તેને બધી મને જાણ કરી.'

લોકડાઉનની અંદર તે દોઢ-પોણા બે મહિને પાછી આવેલી: પૂર્વ સરપંચ

મારી પત્નીએ કહ્યું કે, 'અર્જુનસિંહ ચૌહાણે મારી સાથે આવું-આવું કરેલું, લોકડાઉનની અંદર તે મારા ઘરેથી ગયેલી તે ડોઢ-પોણા બે મહિને હું નારી સુરક્ષામાંથી મારી પત્નીને જઇને પાછી લઇ આવેલો. એ દરમ્યાન જે બધું થયેલું તે બધુ વધારે પડતું એ અરસામાં થયેલું. દોઢ મહિના સુધી મારી પત્ની ઘરે જ ના આવી. મે સગાં-વહાલાને ત્યાં પણ તપાસ કરાવેલી, નારી સુરક્ષામાં જઇને તપાસ કરાવી હતી પણ ત્યાં પણ મને કોઇએ જવાબ ન હોતો આપ્યો. પણ પછી છેલ્લે મને ખ્યાલ આવ્યો કે મારી પત્ની અર્જુનસિંહ સાથે ગયેલી છે. પછી તે આવીને પાછી ગાયબ થઇ ગઇ અને ફરી પાછી જતી રહી. બસ ત્યારની એ ગઇ છે અને હજુ સુધી તે પાછી આવી નથી. જો કે દસેક દિવસ પહેલાં આવી હતી, મે નરોડા તેને રહેવા માટે મકાન લીધું હતું પણ તે ડરેલી જ એટલી હતી કે કંઇ જ ખબર ન હોતી પડી એને. મારી પત્ની અત્યારે કંઇક બોમ્બે સાઇડ મહારાષ્ટ્રમાં પુનાના ગામમાં છે પણ ક્યાં છે તે ખબર ના પડી. મે નરોડામાં અરજી આપેલી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ