ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતી સિનેમા / ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપ્રસિદ્ધ ડિરેક્ટર હરસુખ પટેલનું નિધન

ગુજરાત / ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સુપ્રસિદ્ધ ડિરેક્ટર હરસુખ પટેલનું નિધન

Last Updated: 11:54 PM, 29 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત ફિલ્મ જગત અને સંગીત ની દુનિયાનો એક ખુબજ ઝળહળતો દિપક ઓલવાય ગયો..એકવાર પીયુને મળવા આવજે', 'હાલ ભેરુ ગામડે', 'કોણ પારકા કોણ પોતાના' જેવી અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી સિનેમાને આપનાર દિગ્દર્શક હરસુખ પટેલનું હાર્ટ અટેકથી દુઃખદ અવસાન થયું છે.

ADVERTISEMENT

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ દિગ્દર્શક હરસુખ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે. સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીના ખ્યાલ નાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર હરસુખ પટેલ હતા. આ દિગ્ગજ દિગ્દર્શક હરસુખ પટેલએ એકવાર પીયુને મળવા આવજે', 'હાલ ભેરુ ગામડે', 'કોણ પારકા કોણ પોતાના' જેવી અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીને આપી છે.

harsukh-2

હરસુખભાઈ કાનજીભાઈ પટેલ (ધડુક)નો જન્મ જૂનાગઢ જિલ્લાના નાકારા ગામમાં થયો હતો, હાઈસ્કૂલનું શિક્ષણ નાકારા ગામમાં પૂર્ણ કર્યું હતું, અને માધ્યમિક શાળા પટેલ વિદ્યામંદિર કેશોદમાં પૂર્ણ કરી હતી, વી.પી. સઈજીસ કોસ, એસ.પી. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર, સ્નાતક થયા હતા.

Vtv App Promotion 2

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ફેકલ્ટીમાંથી એમ.એસસી (એપ્લાઇડ કેમેસ્ટ્રી સમકક્ષ બી.ઈ. કેમિકલ) ડિગ્રી મેળવી, પછી કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા અને એમ.એસ. યુનિવર્સિટીમાંથી પાર્ટ-ટાઇમ ધોરણે લો-સ્કેબમાં ડી.ટી.પી. (ટેક્સેશન લોમાં ડિપ્લોમા) ડિગ્રી મેળવી.

આ પણ વાંચો : મહેસાણામાં ટ્રકનો ગમખ્વાર અકસ્માત, ડ્રાઇવર એવો ફસાયો કે આખો જિલ્લો કામે લાગ્યો

મુખ્ય કૌટુંબિક વ્યવસાય ફિલ્મ નિર્માણ અને વિતરણ હતો, જે જી.એન. ફિલ્મ્સ, ફિલ્મના નામથી ઓળખાય છે. તેમના મુખ્ય સ્થાપક ગોવિંદભાઈ નાથાલાલ પટેલ (ધડુક) હતા. 1997 માં, ગોવિંદભાઈ પટેલ, જે ફક્ત નિર્માતા હતા, તેમણે ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું. સાસરીયુ" "તારો મલક મારે જોવો છે" જેવી ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

director heart attack harsukh patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ