બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / Gujarati patidar man murder in georgia robinson America
ADVERTISEMENT
મહેસાણાના કડી તાલુકાના ભટાસણ ગામના વતની 48 વર્ષીય નવનીતભાઈ મણિભાઈ પટેલની હત્યા થઈ છે. તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. પોતાની પત્ની તથા પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા. વોર્નર રોબિન્સ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા ખાતે બની છે.
કેવી રીતે થયું મોત
ADVERTISEMENT
નવનીતભાઈ700 રશેલ પાર્કવે ખાતેની એક્સ્પ્રેસ શોપમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે સાડા પાંચ વાગ્યા પહેલા હત્યારાઓ સ્ટોર્સમાં લૂંટના ઈરાદા સાથે ઘુસ્યા હતા અને આ ઝપાઝપીમાં ગોળીબાર કર્યો હતો જેમાંથી એક ગોળી નવનીત પટેલને વાગી હતી અને તેનું ત્યાં જ અવસાન થયું હતુ.
અગાઉ આ વિસ્તારના પાંચની હત્યા થઈ હતી
ADVERTISEMENT
જ્યોર્જિયાના મકેલ શહેરમા કૈયલ ગામના યુવકની તેમજ જ્યોર્જિયાના કેટીકીમાં કડીના ગણેશપુરાના યુવકની હત્યા થઈ હતી તો વળી તેના થોડાક જ સમય પહેલા અંબાસણના યુવકની પણ હત્યા થઈ હતી. માણસાના ખરણા ગામના ચિરાગ પટેલની અને જોટાણાના ભટાસણ ગામના કિરણ પટેલની પણ અમેરિકાના આજ વિસ્તારમાં હત્યા થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.