ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / gujarati man killed in South africa

મર્ડર / સાઉથ આફ્રિકામાં NRI ગુજરાતી યુવાનની ગોળી મારીને હત્યા થતા ચકચાર

Published By: Gayatri

Last Updated: 11:17 AM, 21 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના એક યુવાનની આફ્રિકામાં હત્યા કરી દેવામાં આવી છે. લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તાજેતરમાંજ કડીના ભટાસણા ગામના બે ગુજરાતીઓ યુવાનોની હત્યા થઈ હતી ત્યારે ફરી એકવાર વિદેશની ધરતી ઉપર ગુજરાતી યુવાનના મોતે તરખાટ મચી ગયો હતો.

ADVERTISEMENT

  • લૂંટને ઈરાદે થયો ગોળીબાર
  • ગોળી વાગતા યુવાનનું મોત
  • ગુજરાતના ભરૂચના યુવાનનું મોત

ભરૂચના યુવાનની હત્યા

ભરૂચનાં ભેંસલી ગામના વતની જાવેદ પટેલ શુક્રવારે નમાજ પઢીને ઘરે આવતા હતા ત્યારે તે શિકાર બન્યો હતો. કેટલાક ગુનેગારોએ લૂંટના ઈરાદે તેનો પીછો કરીને 3થી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પીછો કરનાર યુવકોએ જાવેદની કાર ઉભી રખાવી હતી. તેમનો ઇરાદો લૂંટનો હતો અને તેમણે ફાયરિંગ કર્યું હતું. જેમાં ગોળી વાગતા જાવેદનું મૃત્યું નીપજ્યું હતું.

કડીના બે યુવાનોનો અમેરિકા 

મહેસાણાનાં કડી તાલુકાનાં ભટાસણ ગામના 48 વર્ષનાં નવનીતભાઈ મણિભાઈ પટેલની હત્યા થઈ હતી. ઘણાં સમયથી તેઓ અમેરિકામાં રહેતા હતાં. તેઓ પત્ની તથા પુત્ર સાથે અમેરિકામાં રહેતા હતા. વોર્નર રોબિન્સ પોલીસ વિભાગ દ્વારા મીડિયાને આપેલી વિગતો પ્રમાણે, અમેરિકાના જ્યોર્જિયા ખાતે હત્યાનો બનાવ બન્યો હતો. મહત્વનું છે કે, એક મહિનામાં ભટાસણાનાં બીજા યુવાનની અમેરિકામાં હત્યા થઇ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati man NRI South Africa murder ગુજરાતી યુવાન મર્ડર સાઉથ આફ્રિકા Murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ