બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarati film actress has Rs 500 on Instagram. Asking young people for obscene messages

ફરિયાદ / ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પાસે ઇન્સ્ટાગ્રામમાં 500 રૂ. માંગીને યુવકે કર્યા અશ્લીલ મેસેજ, જાણો કોણ છે તે રોમિયો

Kishor

Last Updated: 11:56 PM, 21 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મમાં કામ કરતી અભિનેત્રી પાયલ પટેલને સોશિયલ મીડિયામાં યુવક હેરાન કરતો હોવાની પોલીસ મથકમાં અરજી કરાઇ છે.

  • અભિનેત્રીને મેસેજ કરી બ્લેક મેઈલ કરતાં યુવાન વિરુદ્ધ અરજી
  • યુવકે કામની લાલચ આપી મોબાઈલ નંબર મેળવી લીધો
  • રૂપિયા અને બીભત્સ માંગણી કરી


વર્તમાન યુગનું સૌથી શસક્ત મધ્યમ ગણાતા સોશિયલ મીડિયામાં યુવતી-મહિલાઓની પજવણીના કિસ્સાઓમાં પણ ઉછાળો આવી રહ્યો છે. યુવતીઓને બીભસ્ત મેસેજ તેમજ બ્લેકમેઇલ કરીને હેરાન કરતા કેટલાક શખ્સોની આખે આખી ફૌજ છે. સોશિયલ મિડીયામાં શરૂ થયેલા મેસેજોના મારાથી કંટાળીને યુવતી, મહિલાઓ પોલીસની મદદ લેતી હોય છે. ત્યારે ગુજરાતી ફીલ્મની એક અભિનેત્રી પણ આવા ત્રાસનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. 


સ્મિત ચૌહાણ નામના યુવક વિરૂદ્ધ કરાઇ અરજી 
ગુજરાતી ફિલ્મમાં કામ કરતી અભિનેત્રી અને મોડેલ પાયલ પટેલને સોશિયલ મીડિયામાં યુવક હેરાન કરતો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી પાયલ પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં સ્મિત ચૌહાણ નામના યુવક વિરૂદ્ધ અરજી કરી છે. આ યુવક સોશિયલ મિડીયા પર અભિનેત્રીને મેસેજ કરીને બ્લેક મેઈલ કરતો હોવાની અને લગ્ન કરવા માટે સ્યુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર મુકીને હેરાન કરતો હોવાની રાવ ઉઠી છે. 

સ્મિતે વાતચીત શરૂ કરી બીભત્સ માંગ કરી હતી  
પાયલ પટેલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એક્ટીવ છે. અને તેના હજારો ફોલોવર્સ છે. આ દરમિયાન થોડાક સમય પહેલા તેની ઇન્સ્ટાગ્રામ આઇડી પર સ્મિત ચૌહાણ નામના યુવકે રીકવેસ્ટ મોકલી હતી. અભિનેત્રીએ સ્મિતની રીકવેસ્ટ એક્સેપ્ટ કરી લીધી હતી. ત્યારબાદ ફિલ્મમાં કામ હોવાનું કહીને સ્મિતે અભિનેત્રી સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધુ હતું. કામની લાલચને લઈને અભિનેત્રીએ તેનો મોબાઇલ નંબર સ્મિતને આપ્યો હતો. નંબર મળતાની સાથે સ્મિતે તેની સાથે વાતચીત કરવાની શરૂ કરી હતી અને બીભત્સ માંગ પણ કરી હતી. જેને લઈને અભિનેત્રીએ સ્મિત સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતું અને નંબર બ્લોક લીસ્ટમાં નાખી દીધો હતો. છતાં પણ સ્મિત અવારનવાર અલગ અલગ નંબરથી અભિનેત્રીને ફોન કરીને હેરાન કરતો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. 

સ્મિતે મેસેજ કરીને 500 રૂપિયાની માગણી કરી હતી
અરજીમા કરેલા આક્ષેપ પ્રમાણે સ્મિત પોલીસ અધિકારીની પણ ધમકી આપતો હતો. આ સિવાય સ્મિતે મેસેજ કરીને 500 રૂપિયાની માગણી કરી હતી જેમાં અભિનેત્રીએ આપવાનો ઇન્કાર કરી દેતા તેની સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરી હોવાની પણ રાવ કરાઇ છે. મહત્વનુ છે કે સ્મિતના ત્રાસથી કંટાળીને અંતે યુવતીએ  સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે આ સમગ્ર મામલે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં સ્મિત હિંસક માનસીકતા ધરાવતો હોવાની અભિનેત્રીએ શંકા વ્યક્ત કરી છે. તો આવાં રોમિયો  સામે જાગૃત રહેવા પણ યુવતીઓને અપીલ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ