બ્રેકિંગ ન્યુઝ
સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં વિજયાદશમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. આજના પાવન અવસરે લોકો વિવિધ વાનગીઓ ખાઈને દશેરા પર્વની ઉજવણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજે સત્યની અસત્ય પર જીત બદલ દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે જ ભગવાન રામે રાવણનો અને મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. આજના દિવસે શસ્ત્ર પૂજન કરવાનું અનેરો મહત્વ રહેલું છે. આજના પાવન પર્વે લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે.
ADVERTISEMENT
ફાફડા જલેબીના એડવાન્સ બુકિંગ પણ થયા
ગુજરાતમાં અનેક જગ્યાએ રાવણ દહન સાથે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાશે. તો બીજી તરફ દશેરાના દિવસે લોકો ફાફડા જલેબીની જયાફત માણી રહ્યા છે. કેટલીગ જગ્યાએ તો એક દિવસ પહેલાથી જ ફરસાણના વેપારીઓને ફાફડા જલેબીના એડવાન્સ બુકિંગ મળી ગયા છે. દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની પરંપરા હોય ત્યારે અમદાવાદ સહિતના શહેરોમાં લોકો સવારથી જ લાઈનમાં ઉભા રહી ગયા હતા.
ADVERTISEMENT

વધુ વાંચો : પેટડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારાઓ વિરૂદ્ધ તંત્રની લાલ આંખ, લેવાયો ચોંકાવનારો નિર્ણય
ADVERTISEMENT
દુકાને લાગી લોકોની લાંબી કતાર
ગુજરાતભરમાં વિજયાદશમીની લોકો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકો વહેલી સવારથી જ ફાફડા,જલેબીના સ્ટોલ પર મોટી સંખ્યામાં ખાવા તેમજ પાર્શલ કરાવવા માટે ઉમટી પડ્યા છે. એક કિલો ફાફડાના રૂ. 740 અને જલેબીના રૂ.860 છે, એટલું જ નહીં ઘીની જલેબીના ભાવ તો 900 પ્રતિ કિલો પહોંચ્યો છે. જો કે, ભાવમાં ભલે વધારો થયો હોય પરંતુ, લોકોના ઉત્સવ ઉજવવાના ઉત્સાહમાં સહેજ પણ ફરક નથી પડ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.