ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પેટડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારાઓ વિરૂદ્ધ તંત્રની લાલ આંખ, લેવાયો ચોંકાવનારો નિર્ણય
Last Updated: 08:38 AM, 2 October 2025
ADVERTISEMENT
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક નાગરિકનાં ઘરે રાખેલાં રોટરવિલર પ્રજાતિનાં ખૂંખાર પેટ ડોગે બાળકીને બચકા ભરી લઇ મોત નીપજાવ્યાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલતું શ્વાનનું મ્યુનિ.માં રજિસ્ટ્રેશન ફરજીયાત બનાવ્યા બાદ હવે સીએનસીડી ખાતાની ટીમો ઘરે-ઘરે ચેકિંગ માટે નીકળશે અને જે કોઇ નાગરિકે પોતાનાં ઘરે રાખેલાં પેટ ડોગનુ રજિસ્ટ્રેશન નહિ કરાવ્યુ હોય તેની સામે નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
મ્યુનિ.સત્તાધીશોએ એનિમલ વેલ્ફેર બોર્ડની ગાઇડલાઇન તેમજ રેબીઝ ફ્રી અમદાવાદની ગાઇડલાઇન અનુસાર, શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોતાનાં ઘરે પેટ ડોગ રાખતાં નાગરિકો જોગ સૂચના જારી કરી છે. અને પેટ ડોગ અને તેનાં માલિકનાં નામ-સરનામા મ્યુનિ. સીએનસીડી ખાતામાં નોંધણી કરાવવા તાકીદ કરી છે. તે સમયે મ્યુનિ.માં રજિસ્ટ્રેશન માટે ૨૦૦ રૂપિયા ફી રાખવામાં આવી હતી. જેમાં સમયાંતરે વધારો કરીને ૫૦૦, ૧૦૦૦ અને ૧લી ઓક્ટોબરથી બે હજાર રૂપિયા વસુલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મ્યુનિ. સીએનસીડી ખાતાનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, સાત ઝોનમાં કુલ ૧૬૩૮૫ નાગરિકોનાં ઘરમાં વિવિધ પ્રજાતિનાં ૧૮૫૯૬ પેટ ડોગ હોવાની નોંધણી થઇ ચૂકી છે. જેમાં સૌથી વધુ પેટ ડોગ તરીકે લેબ્રાડોર રિટ્રિવર પસંદગીમાં ટોચ ઉપર છે. શહેરમાં લેબ્રાડોર રિટ્રિવરની નોંધાયેલી સંખ્યા 3559 જેટલી છે. જ્યારે ખૂંખાર ગણાતાં રોટરવિલરની નોંધાયેલી સંખ્યા ૩૨૬ જેટલી છે. જર્મન શેફર્ડ પ્રજાતિના નોંધાયેલા શ્વાન 1359 જેટલા છે.. જ્યારે શિત્ઝુ શ્વાન 1289 છે. ગોલ્ડન રિટ્રિવર શ્વાનની નોંધાયેલી સંખ્યા 1230 જેટલી છે, જ્યારે પોમેરિયન શ્વાન 988 નોંધાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટની ધોળકિયા સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થતા ખળભળાટ, પોલીસ શરુ કરી તપાસ
જ્યારે સાત ઝોનમાં સૌથી વધુ પેટ ડોગ પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં નોંધાયા છે. પેટ ડોગ શોખીનોને રજિસ્ટ્રેશન માટે ૧લી જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, આ સમયગાળા દરમિયાન સીએનસીડી ખાતા દ્વારા સોશ્યલ મિડિયા થકી, બગીચા જેવા જાહેર સ્થળોએ, વેટરનરી ડોક્ટરો થકી લોકજાગૃતિનાં પૂરતા પ્રયાસ કરાયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT