ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની ધોળકિયા સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થતા ખળભળાટ, પોલીસ શરુ કરી તપાસ

ચિંતા / રાજકોટની ધોળકિયા સ્કૂલમાંથી 3 વિદ્યાર્થીઓ ગુમ થતા ખળભળાટ, પોલીસ શરુ કરી તપાસ

Published By: Priykant Shrimali

Last Updated: 10:10 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Student Missing : રાજકોટની પ્રખ્યાત ધોળકિયા સ્કૂલના ત્રણ વિધાર્થીઓ ગુમ થતાં વાલીઓમાં ચિંતા, પોલીસે શોધખોળ શરૂ કરી, જુઓ CCTVમાં શું જોવા મળ્યું ?

ADVERTISEMENT

Rajkot Student Missing : રાજકોટ શહેરમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં શહેરની નામાંકિત શાળા ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 8ના ત્રણ વિધાર્થીઓ અચાનક ગુમ થઇ ગયા છે. આ ઘટનાને લઈને વિધાર્થીઓના વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે તથા શાળાના તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી છે. આ તરફ બાળકો શાળાએ ઘરે જવા નીકળ્યા હોવાના CCTV પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુમ થયેલા વિધાર્થીઓ શાળાના ગેટ બહાર જતા CCTV ફૂટેજમાં જોવા મળ્યા છે. આ દ્રશ્યોના આધારે પોલીસએ તરત જ તપાસ શરૂ કરી છે તથા વિધાર્થીઓ ક્યાં ગયા તેની માહિતી મેળવવા વિવિધ જગ્યાએ ચેકિંગ શરૂ કર્યું છે. જોકે વિદ્યાર્થીઓ શાળાની શરુઆત બાદ ગેટ પાસેથી બહાર જતા જોવા તો મળ્યા પણ વાલીઓએ જ્યારે બાળકો ઘેર નહીં પહોંચતા શાળામાં તપાસ કરી તો સમગ્ર મામલો ખુલ્યો. શાળા સંચાલકો અને વાલીઓની પોલીસને જાણ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : બનાસકાંઠાના આર્મી જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અંતિમ વિદાય

અધિકારીઓએ જણાવ્યું છે કે, સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને શહેરના દરેક કોણે કોણે તપાસ ચાલુ છે. CCTV ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે અમારી ટીમ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ બનાવની ગંભીરતા ને સમજતા પોલીસને સંપૂર્ણ સહયોગ આપવાનો આહવાન કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Dholakia School students missing

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ