ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના આર્મી જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અંતિમ વિદાય

દુખદ / બનાસકાંઠાના આર્મી જવાન જમ્મુ-કાશ્મીરમાં શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અંતિમ વિદાય

Published By: Priykant Shrimali

Last Updated: 09:07 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavesh Chaudhary Martyred : શહીદ ભાવેશ ચૌધરીના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવ્યો અને સમગ્ર સૈનિક પરંપરા પ્રમાણે તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ, જુઓ Video

ADVERTISEMENT

Bhavesh Chaudhary Martyred : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાદલા ગામના યુવક ભાવેશ ચૌધરી જમ્મુ કાશ્મીરમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં દરમિયાન શહીદ થયા છે. તેમનું આ બલિદાન માત્ર તેમના પરિવારજનો માટે નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટે ગૌરવનું અને સાથે સાથે ગમગીનીનું કારણ બની રહ્યું છે. આ તરફ આજે તેમનો પાર્થિવ દેહ વતનમાં પહોંચતા હજારોની સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

શહીદ ભાવેશ ચૌધરી 18 મેડિકલ અસિસ્ટન્ટ કોપ્સમાં ફરજ બજાવતા હતા. શહીદના શહીદીના સમાચાર જ્યારે તેમના વતન નાદલા પહોંચ્યા ત્યારે આખું ગામ શોકમગ્ન થઈ ગયું.

લોકો ગર્વ અને દુઃખના ભીના ભાવ સાથે શહીદના પરિવારને મળવા ઉમટી પડ્યા. ગામના વડીલ, યુવાનો અને બાળાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સમગ્ર લાખણી તાલુકામાં દેશભક્તિની લાગણી સાથે એક અવિસ્મરણીય શોકમય માહોલ જોવા મળ્યો.

આ પણ વાંચો : નવમાં નોરતે સરદાર સરોવર ડેમ છલોછલ, ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના કર્યા વધામણાં

ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદને અંતિમ વિદાય

શહીદ ભાવેશ ચૌધરીના પાર્થિવ દેહને તેમના વતન લાવવામાં આવ્યો અને સમગ્ર સૈનિક પરંપરા પ્રમાણે તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. લશ્કરી જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું અને હજારો લોકોની હાજરીમાં શહીદને ભીની આંખોથી વિદાય આપવામાં આવી.

ધાનેરાથી નાદલા સુધી નીકળેલી અંતિમ યાત્રા એ માત્ર એક વિદાય નહોતી પણ એ રાષ્ટ્રભક્તિની ભાવના, એક યુવકના બલિદાન અને આખા સમાજના સમ્માનની યાત્રા હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Soldier Martyr Bhavesh Chaudhary

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ