ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવમાં નોરતે સરદાર સરોવર ડેમ છલોછલ, ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના કર્યા વધામણાં

નર્મદે સર્વદે / નવમાં નોરતે સરદાર સરોવર ડેમ છલોછલ, ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના કર્યા વધામણાં

Published By: Priykant Shrimali

Last Updated: 07:32 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sardar Sarovar Narmada Dam : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ જગત જનની માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીના નવમા દિવસે નર્મદાના પાવન જળના વધામણાં કર્યા, સરદાર સરોવર નર્મદા ડેમ 2017માં રાષ્ટ્રાર્પણ પછી 6ઠ્ઠી વાર 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો

ADVERTISEMENT

Sardar Sarovar Narmada Dam : નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડેમ આજ ફરી એકવાર પોતાની મહત્તમ સપાટીએ ભરાઈ ગયો છે. ગુજરાતની પીવા અને સિંચાઇ માટેની મુખ્ય આશા સમાન આ ડેમ હવે તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચવાના અંતિમ તબક્કામાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિ પર્વના શુભ અવસરે કેવડિયા ખાતે ડેમ પર પહોંચીને માં નર્મદાની પૂજા-અર્ચના કરી હતી અને નર્મદા નીરને નારિયેળ તથા ચૂંદડી અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાં પાણીનો સતત પ્રવાહ રહ્યો છે. જેનાથી ડેમ લગભગ 98% સુધી ભરાઈ ચૂક્યો છે. ગુજરાત માટે આ એક આશાજનક સંકેત છે કે, રાજ્ય હવે આગામી ઉનાળાની તીવ્રતા અને પીવાની પાણીની સમસ્યાઓથી ઘણુ અંશે મુક્ત રહેશે.

નર્મદા ડેમ છલોછલ

નર્મદા ડેમમાં હાલમાં 138.33 મીટરની સપાટી નોંધાઈ છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. માત્ર 35 સેમીનો તફાવત રહી ગયો છે. ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને અંદાજે 60,000 ક્યુસેક પાણી નર્મદા નદીમા છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં દરરોજ 47 હજાર ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે. તેમાંમાંથી ટર્બાઇન મારફતે 42 હજાર ક્યુસેક પાણી નદીમાં અને 4 હજાર ક્યુસેક કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.

આવી સ્થિતિમાં રાજ્યને આગામી એક વર્ષ માટે પીવાનું પાણી, કૃષિ માટે સિંચાઈ અને ઉદ્યોગો માટે જરૂરી જળસંગ્રહ પૂરું પાડવા માટે સક્ષમ બનાવી દીધું છે. નર્મદા ડેમના પરિપૂર્ણ થવાથી 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરોમાં વસતા અંદાજે 4 કરોડ લોકોને ઊનાળામાં પણ શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી શકે તે શક્ય બન્યું છે.

રાજકીય અને ધાર્મિક ઉલ્લાસ

આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, વહીવટી તંત્ર અને SOU અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ પર્વમાં નર્મદાની ધરતી છલોછલ થતાં ધાર્મિક ઉમંગ સાથે માં નર્મદાના વધામણાં કરવામાં આવ્યા. મુખ્યમંત્રીએ પૂજા દરમિયાન દૂધ, શ્રીફળ અને પુષ્પ અર્પણ કર્યા અને નર્મદા માઈને ગુજરાતના સમૃદ્ધ ભવિષ્ય માટે આશીર્વાદ માગ્યા.

પાંચમી વાર પરિપૂર્ણ સપાટી સુધી ડેમ ભરાયો

સરદાર સરોવર ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી પહોચે તેવા આ વર્ષે પાંચમી વાર નોંધાયું છે. આ અગાઉ 2024માં પણ પ્રથમ નવરાત્રીએ (01 ઓક્ટોબર) ડેમ છલોછલ થયો હતો. આજે ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 MCM (મિલિયન ક્યુબિક મીટર) સુધી પહોંચી ગઈ છે, જે વિશાળ સ્તરે ગુજરાતને જળસંપન્ન બનાવે છે.

કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે જળક્રાંતિ

નર્મદા કમાન્ડ વિસ્તારના તમામ ખેડૂતોને રવી પાક માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. સાથે સાથે સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અને અન્ય ઉદ્વહન યોજનાઓ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ બન્યું છે. કચ્છ સુધીના રણપ્રદેશમાં પણ 63,000 કિલોમીટર લાંબા નહેર માળખા દ્વારા નર્મદા જળ પહોંચાડવામાં આવી રહ્યું છે, જે ગુજરાતમાં કૃષિ અને જળક્રાંતિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, તહેવારોમાં કપડાની ખરીદી પર મળશે 30 ટકા ડિસ્કાઉન્ટ

હવે જાણો ડેમનો ઇતિહાસ

સરદાર સરોવર ડેમના નિર્માણની યાત્રા 5 એપ્રિલ 1961ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા પાયાની શિલા મુકવાથી શરૂ થઈ. ત્યારબાદ 1979માં વર્લ્ડ બેંકના સહયોગથી આ પ્રોજેક્ટને નવા પાંખ મળ્યા. જોકે નર્મદા બચાવો આંદોલનને કારણે 1995માં બાંધકામ સ્થગિત થયું અને 2000 પછી ફરી શરૂ થયું. વિવાદો અને કાનૂની લડાઈઓ વચ્ચે આખરે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડેમનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન થયું અને તેની ઊંચાઈ 163 મીટર સુધી વધારવામાં આવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Narmada Dam Sardar Sarovar Dam

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ