ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, તહેવારોમાં કપડાની ખરીદી પર મળશે 30 ટકા ડિસ્કાઉન્ટ

જાણી લેજો / CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, તહેવારોમાં કપડાની ખરીદી પર મળશે 30 ટકા ડિસ્કાઉન્ટ

Published By: Priykant Shrimali

Last Updated: 05:40 PM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vocal for Local in Khadi : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વોકલ ફોર લોકલ” અને “ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન”ના સંદેશાને આધારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યુ, ગાંધી જયંતિથી રાજ્યમાં ખાદી પર મળશે આટલું પ્રોત્સાહન

ADVERTISEMENT

Vocal for Local in Khadi : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારને જીવનત બનાવતાં ગાંધી જયંતિથી ગુજરાતમાં ખાદી અને પોલીવસ્ત્રના વેચાણ ઉપર ખાસ 30 ટકા બજાર પ્રોત્સાહન સહાય આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આ ખાસ સહાય 2 ઓક્ટોબર 2025થી શરૂ થઈને 31 ડિસેમ્બર 2025 સુધી મળશે જેના દ્વારા રાજ્યના ખાદી ઉત્પાદકો, કારીગરો અને ગ્રામોદ્યોગોને મજબૂત સહારો મળશે.

સ્વદેશી માટે સરકારની વિશ્વસનીય વચનબદ્ધતા

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ નિર્ણયના થકી ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા હજારો કારીગરોના જીવનમાં આર્થિક ઉજાસ ફેલાશે. ગૃહ ઉદ્યોગમાં રત મહિલાઓ અને કારીગર પરિવારોને વધુ રોજગાર તેમજ સ્થિર આવકનો માર્ગ ખુલશે. આ સહાયથી આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની શાલ, સ્વેટર, રેડીમેડ ખાદી કપડા અને હાથ બનાવટની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે.

ખાસ મેળાની આયોજન રૂપરેખા

આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાદી બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં વિશાળ પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન પણ કરાયું છે. જેમાં ભાગ લેનાર તમામ લોકો આ ખાસ 30 % વળતરનો લાભ ઉઠાવી શકશે.

  • ભરૂચ: 5 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર 2025
  • ચીખલી: 5 નવેમ્બરથી 14 નવેમ્બર 2025
  • વાપી: 16 નવેમ્બરથી 25 નવેમ્બર 2025

આ પણ વાંચો : વાલી-વિદ્યાર્થીઓ ખાસ વાંચજો, શિક્ષણ વિભાગે અમદાવાદની આ સ્કૂલની માન્યતા રદ કરી

આ મેળાઓમાં વિવિધ ખાદી ઉત્પાદન, હેન્ડમેઇડ ચીજવસ્તુઓ અને સ્થાનિક ઉત્પાદકોના ઉત્પન્નની વેચાણ સાથે પ્રદર્શન થશે. ગ્રામિણ કારીગરોને સીધો નફો મળે અને ગ્રાહકોને ગુણવત્તાવાળી સ્વદેશી વસ્તુઓ મળી રહે, એ આ મેળાની મુખ્ય ભાવના છે. ઉલ્લેખનીય છે કે, ખાદી હવે ફક્ત ઐતિહાસિક ચિહ્ન રહી નથી પણ આધુનિક ફેશન અને અર્થતંત્રના મજબૂત આધારરૂપ બની છે. રાજ્ય સરકારના આ નિર્ણાયક પગલાથી લોકોમાં સ્વદેશી પ્રતિ ભરોસો વધશે અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર ઉજાસ’નું સ્વપ્ન સાકાર થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khadi Vocal for Local Gandhi Jayanti

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ