ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાલી-વિદ્યાર્થીઓ ખાસ વાંચજો, શિક્ષણ વિભાગે અમદાવાદની આ સ્કૂલની માન્યતા રદ કરી
Last Updated: 05:31 PM, 1 October 2025
ADVERTISEMENT
Ahmedabad School Recognition Cancelled : અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલયની શૈક્ષણિક માન્યતા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ દ્વારા રદ્દ કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ શાળાની કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ અને નિયમોના ભંગના દોષારોપો સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું કે, શાળાએ પોતાને લઘુમતી સંસ્થા જાહેર કરીને તેની આડમાં નિયમોનો ખોટો દુરુપયોગ કર્યો હતો. તદ્દઉપરાંત શાળાએ રિપીટર વિદ્યાર્થીઓને રેગ્યુલર તરીકે પ્રવેશ આપી તેમની પાસેથી ફી વસૂલવાની પ્રવૃત્તિ પણ ચલાવી હતી જે શૈક્ષણિક નીતિઓની વિરુદ્ધ છે.
ADVERTISEMENT

શાળા પર લગાવવામાં આવેલા અન્ય આક્ષેપો જેવા કે, વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવી શિક્ષકોની ભરતી કરવી, શાળાની ગ્રાન્ટેડ દરજ્જા હોવા છતાં, વિદ્યાર્થીઓ પાસેથી મોંઘી ફી વસૂલવી અને શિક્ષકોને સેવાકાળના લાભો ના આપવાના કારણે શોષણ થવાનું સામે આવ્યુ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ફાફડા-જલેબીને લાગ્યું વરસાદી ગ્રહણ! વેપારીઓએ તાબડતોબ લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો
મહત્વનું છે કે, ભગવતી વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 સુધીના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેના ભવિષ્યને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને નજીકની અનુરૂપ શાળાઓમાં પ્રવેશ અપાવવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. અધિકારીએ એ પણ ઉમેર્યું કે, જો શાળાએ સરકારી ગ્રાન્ટમાંથી ભૌતિક સાધનો ખરીદ્યા હશે તો તેની પણ યોગ્ય કાર્યવાહી દ્વારા સરકારે પાછા લેવાની કાર્યવાહી કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ