બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / થાંભલા પર તિરાડો, ગ્રામજનોમાં ભય, હવે વડોદરાનો બ્રિજ જર્જરિત સ્થિતિમાં
Last Updated: 11:08 AM, 22 December 2025
Vadodara News : વડોદરા જિલ્લામાં ફરી એક વખત પુલની સલામતીને લઈને ગંભીર ચિંતા ઉભી થઈ છે. વાસ્તવમાં અહીં સાવલી તાલુકાના મેવલી ગામ પાસે કરડ નદી પર આવેલો બ્રિજ હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ બ્રિજના થાંભલાઓમાં સ્પષ્ટ તિરાડો પડી ગઈ છે અને રોડના ભાગ પર પણ ભંગાણ દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, આ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ હોવા છતાં ખુલ્લેઆમ મોટા વાહનો પસાર થઈ રહ્યા છે. પ્રતિબંધ દર્શાવતા બોર્ડ માત્ર નામ પૂરતા જ લાગ્યા હોય તેવી સ્થિતિ છે. નિયમોનું પાલન ન થવાથી બ્રિજની હાલત દિવસેને દિવસે વધુ ખરાબ થતી જઈ રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે, જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

ADVERTISEMENT
આ તરફ સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓનું કહેવું છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ બ્રિજની તાત્કાલિક તપાસ અને મરામત કરવાની માંગ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : કચ્છ: અકસ્માતમાં એક બાદ એક 4 વાહનો અથડાતા કાર ભડકે બળી, બાળક સહિત 2ના મોત
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મુજપુરના ગંભીરા પુલ પર ભયાનક દુર્ઘટના બની હતી. પુલનો વચ્ચેનો ભાગ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા, જેમાં 10થી વધુ લોકોના મોત થયા હતા. આવી દુર્ઘટનાની ફરી આવર્તી ન બને તે માટે મેવલીના કરડ નદીના બ્રિજ મામલે તંત્રએ સમયસર સતર્કતા દાખવી પગલાં લેવાની જરૂર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.