બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કચ્છ: અકસ્માતમાં એક બાદ એક 4 વાહનો અથડાતા કાર ભડકે બળી, બાળક સહિત 2ના મોત

અરેરાટી / કચ્છ: અકસ્માતમાં એક બાદ એક 4 વાહનો અથડાતા કાર ભડકે બળી, બાળક સહિત 2ના મોત

Bharatsinh Chauhan

Last Updated: 10:42 AM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhachau Accident : હાઈવે પર કાર અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોમાં અચાનક આગ લાગી, માસૂમ બાળકી સહિત બે લોકોના ઘટના સ્થળે જ મોત

Bhachau Accident : કચ્છથી વહેલી સવારે એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ભચાઉ તાલુકાના કેસરીગઢ રિસોર્ટ નજીક વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભચાઉ હાઈવે પર કાર અને આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થતાં બંને વાહનોમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

વહેલી સવારે અકસ્માતમાં 2 લોકોના મોત

આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલા બે ટ્રેલર પણ આગ લાગેલા વાહનો સાથે અથડાયા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. કારમાં એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર એક નાનું બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કારમાં સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : "ભણવા માટે રશિયા ગયો હતો, પરાણે યુદ્ધમાં.." , યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના યુવકની PM મોદીને અપીલ

પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર

આ તરફ અકસ્માતની જાણ થતા ભચાઉ ફાયર વિભાગ, પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ભારે પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો, જેને પોલીસ દ્વારા નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kesarigarh Resort Bhachau News
Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ