બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / "ભણવા માટે રશિયા ગયો હતો, પરાણે યુદ્ધમાં.." , યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના યુવકની PM મોદીને અપીલ
Last Updated: 08:01 AM, 22 December 2025
Indian Student Video From Ukraine: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં વિદ્યાર્થીઓને પણ સંડોવવામાં આવી રહ્યા છે. આવો જ એક વીડિયો એક ભારતીય વિદ્યાર્થીએ શેર કર્યો છે જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેને પરાણે રશિયાની સેનામાં ભરતી કરીને યુક્રેન સામે જંગમાં મોકલવામાં આવી રહ્યો છે. યુક્રેનમાં કેદ સાહિલે વીડિયો શેર કરીને કહ્યું છે કે
ADVERTISEMENT
"હું ખૂબ જ નિરાશ છું. મને નથી ખબર કે મારું આગળ શું થશે પણ જે પણ યુવાનો રશિયા આવવા માંગે છે તેમને મારી વિંનતી છે કે તેઓ ખૂબ સાવધાન રહે."
ગુજરાતના મોરબી જિલ્લાના એક યુવા વિદ્યાર્થીએ રશિયાથી સામે આવીને એક ગમભીર ચેતવણી આપી છે. આ મોરબીનો યુવક ભાવના માટે રશિયા ગયો હતો અને તેણે આરોપ લગાવ્યો છે કે તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવીને પરાણે સેનમાં ભરતી કરાવી દીધો છે. યુક્રેનમાં પકડાઈ ગયા બાદ તેણે એક વીડિયો રેકોર્ડ કરીને ભારત સરકાર પાસે મદદની અપીલ કરી છે અને એટલૂઈ જ નહિ પણ જે યુવાનો રશિયા જવા માંગે છે તેમને પણ સતર્ક રહેવા માટે અનુરોધ કર્યો છે.
ADVERTISEMENT
આ વિદ્યાર્થીનું નામ છે સાહિલ મોહહમદ હુસૈન. જે ગુજરાતના મોરબીનો નિવાસી છે. સાહિલ વર્ષ 2024 માં સ્ટુડન્ટ વિઝા પર રશિયા ભણવા માટે ગયો હતો. ભણવાની સાથે સાથે તે એક કુરિયર કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. આ દરમિયાન તેના કહેવા મુજબ રશિયન પોલીસે તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દીધો.
ADVERTISEMENT
સાહિલે આરોપ લગાવ્યો છે કે રશિયન પોલીસ અને જેલના અધિકારીઓએ તેની સાથે એક ડીલ કરી હતી જેમાં તેમણે કહ્યું કે જો તે રશિયન આર્મીમાં સામેલ થઈ જશે તો તેના પર લાગેલો ડ્રગ્સનો કેસ ખાતાં કરી દેવામાં આવશે. મજબૂરીમાં તેણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. તેનો દાવો છે કે માત્ર 15 દિવસની ટ્રેનિંગ બાદ તેને સીધો યુદ્ધના મોરચે મોકલી દેવાયો હતો.
ADVERTISEMENT
આ વીડિયોમાં સાહિલે જણાવ્યું કે જેવો તે યુક્રેનના ફ્રન્ટ લાઇન પર પહોંચ્યો કે તરત યુક્રેનની સેના સામે તેણે આત્મ સમર્પણ કરી દીધું હતું. ત્યારપછી યુક્રેનની સેના પાસે તેણે તેના વીડિયો રેકોર્ડીંગ માટે માંગ કરી કે જે તેની માતાને મોકલી શકે અને જેથી ભારતમાં આ અંગે જાગરૂકતા ફેલાવી શકે.
ADVERTISEMENT
If this was America the news channels and the BJP government will be up in arms, but with Russia 🇷🇺 it is dictator , maybe afraid of Putin .https://t.co/2RXjHROnbl pic.twitter.com/6bJmxNrhAM
— Asli Gharwapsi (@TheJonahProjec2) December 21, 2025
ADVERTISEMENT
યુક્રેનમાં કેદ સાહિલે વીડિયોમાં કહ્યું છે કે
" હું ખૂબ નિરાશ છું. મને નથી ખબર કે આગળ મારુ શું થશે. પણજે પણ યુવાનો રશિયા આવવા માંગે છે તે બધાને મારી અપીલ છે કે તે લોકો ખૂબ જ સાવધાન રહે. અંહિયા ઘણા લોક ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દે છે."
તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને અપીલ કરતાં કહ્યું કે
" રાષ્ટ્રપતિ પુતિન હાલમાં જ ભારત આવ્યા હતા. હું સરકારને વિનંતી કરું છું કે પુતિન સરકાર સાથે મારી વાટ કરીને મને હેમખેમ ઘરે પાછો લાવવામાં આવે. "
5 ડિસેમ્બરના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે ભારત સરકાર રશિયન આર્મીમાં સામેલ ભારતીય નાગરિકોને છોડાવવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દો વ્લાદિમીર પુતિન સામે ઉઠાવ્યો છે અને ભારતીય નાગરિકોને જલ્દીજ છોડી દેવામાં આવે તે માટે સતત વાતચીત ચાલુ છે.

વિદેશ સચિવે ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી છે કે દરેક ભારતીય નાગરિક કોઇપણ હાલતમાં રશિયન સેનામાં સામેલ થવાના પ્રસ્તાવથી દૂર રહે. તેમણે કહ્યું કે " અમે આવા ઘણા કેસ જોઈ રહ્યા છીએ જય લોકો ફસાઈ ગયા છે અને ભારત પરત આવવા માટે અપીલ કરી રહ્યા છે."
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.