બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છેલ્લાં 24 કલાકમાં જ રાજ્યના 236 તાલુકાઓમાં માવઠાએ કહેર વર્તાવ્યો, રાજુલામાં તો જાણે...!

વરસાદ અપડેટ / છેલ્લાં 24 કલાકમાં જ રાજ્યના 236 તાલુકાઓમાં માવઠાએ કહેર વર્તાવ્યો, રાજુલામાં તો જાણે...!

Published By: Priykant Shrimali

Last Updated: 08:57 AM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Unseasonal Rain : ગુજરાતના કુલ 236 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાયું

Gujarat Unseasonal Rain : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર પડી રહ્યો છે. વાસ્તવમાં ગુજરાતભરમાં માવઠાએ છેલ્લા 24 કલાક દરમિયાન કહેર વર્તાવ્યો છે. ગુજરાતના કુલ 236 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

સૌથી વધુ વરસાદ ધરાવતાં તાલુકાઓ

દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં માવઠાનો સૌથી વધુ પ્રભાવ જોવા મળ્યો છે. રાજુલામાં સૌથી વધુ 8.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે મહુવામાં 7.24 ઈંચ, ગળતેશ્વરમાં 5.55 ઈંચ, ઉનામાં 5.51 ઈંચ, લીલીયામાં 5.39 ઈંચ, સાવરકુંડલામાં 4.88 ઈંચ, વડોદરામાં 4.8 ઈંચ, ખાંભામાં 4.72 ઈંચ, સુત્રાપાડામાં 4.72 ઈંચ, તળાજામાં 4.65 ઈંચ, ગીર ગઢડામાં 4.57 ઈંચ, વેરાવળમાં 4.37 ઈંચ, કોડીનારમાં 4.29 ઈંચ, વલભીપુરમાં 4.17 ઈંચ, બારડોલીમાં 4.17 ઈંચ, ઉમરપાડામાં 3.74 ઈંચ, વાગરામાં 3.58 ઈંચ, નડીયાદમાં 3.39 ઈંચ, બાલાસિનોરમાં 3.27 ઈંચ અને જેસરમાં 3.19 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ માવઠાથી એક બાજુ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની આશંકા છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં જમીનમાં ભેજ વધવાથી આગામી વાવણી માટે રાહતરૂપ સ્થિતિ પણ ઊભી થઈ છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આપત્તિ નિયંત્રણ તંત્રોને સતર્ક રાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તાત્કાલિક ખાલી કરાવવાના પગલા પણ લેવામાં આવ્યા છે.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતો પાયમાલ થયા છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુજરાતના અમુક રાજ્યોમાં વરસાદને લીધે જનજીવન કફોડું બન્યું છે.

આ પણ વાંચો : વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર, વડોદરામાં 3 જ કલાકમાં બે ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

વડોદરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ, શહેરમાં અષાઢી માહોલ

વડોદરામાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન ઓમાન તરફ ખસી ગયું હોવા છતાં ગુજરાત પર તેની અસર યથાવત રહી છે. મોડી રાત્રે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ત્રણ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના કારેલીબાગ, રાવપુરા, માંડવી, લહેરીપુરા અને જુના પાદરા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પશ્ચિમ વિસ્તાર અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સતત વરસતા વરસાદથી શહેરના દૈનિક જનજીવન પર મોટો પ્રભાવ પડ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain Weather forecast unseasonal rain

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ