બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર, વડોદરામાં 3 જ કલાકમાં બે ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
Last Updated: 08:03 AM, 28 October 2025
Gujarat Rain: આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતો પાયમાલ થયા છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગુજરાતના અમુક રાજ્યોમાં વરસાદને લીધે જનજીવન કફોડું બન્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT

વડોદરામાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન ઓમાન તરફ ખસી ગયું હોવા છતાં ગુજરાત પર તેની અસર યથાવત રહી છે. મોડી રાત્રે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ત્રણ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના કારેલીબાગ, રાવપુરા, માંડવી, લહેરીપુરા અને જુના પાદરા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. પશ્ચિમ વિસ્તાર અલકાપુરીને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. સતત વરસતા વરસાદથી શહેરના દૈનિક જનજીવન પર મોટો પ્રભાવ પડ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભરૂચ જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયો હતો. શહેરના સ્ટેશન સર્કલ, પાંચબત્તી સહિતના વિસ્તારોમાં ધીમા થી મધ્યમ વરસાદ વરસતાં રસ્તાઓ ભીનાં બન્યા હતા. કમોસમી વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ ખેતીવાડી વિસ્તારોમાં પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT
હવામાન વિભાગે રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં આજે અને આગામી ચાર દિવસ દરમિયાન છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે અરબી સમુદ્રના ડિપ્રેશનના કારણે હવામાનમાં ભેજ વધતા કમોસમી વરસાદનું પ્રમાણ વધ્યું છે. આગામી 1 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદી સિસ્ટમના કારણે છીનવાઈ જવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં પાક ખેતરોમાં પાણી ભરાતા નુકસાનની શક્યતા ઊભી થઈ છે. સરકારે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે જવાની સૂચના આપી છે. જિલ્લા કલેકટરોને સ્થિતિ પર સતત નજર રાખવા અને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના અપાઈ છે.
વધુ વાંચો: ગુજરાતીઓ સાચવજો! રાજ્યમાં હજુ આગામી 5 દિવસ છે રેડ-ઓરેન્જ-યલો એલર્ટ, જુઓ આગાહી

દરમિયાન અમદાવાદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે વીજ પુરવઠામાં ખલેલ પણ નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલની સિસ્ટમ સક્રિય રહેતાં આગામી કેટલાક દિવસો સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.