બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતીઓ સાચવજો! રાજ્યમાં હજુ આગામી 5 દિવસ છે રેડ-ઓરેન્જ-યલો એલર્ટ, જુઓ આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

ભયાનક / ગુજરાતીઓ સાચવજો! રાજ્યમાં હજુ આગામી 5 દિવસ છે રેડ-ઓરેન્જ-યલો એલર્ટ, જુઓ આગાહી

Last Updated: 06:09 AM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Unseasonal rains in Gujarat : ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસાદની જેમ ખાબકી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તો એટલો બધો વરસાદ વરસ્યો કે ન માત્ર પાણી ભરાઇ ગયા પરંતુ નદીઓ વહેતી થઇ ગઇ. દક્ષિણમાં અનેક ધોધ ફરી વાર વરસાદનાં કારણે સક્રિય થયા તો સૌરાષ્ટ્રમાં અનેક નદીઓમાં નવાનીર આવ્યા હતા. અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

1/6

photoStories-logo

1. આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી

28મી તારીખે વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે. મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 29મીએ ફરીથી અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 30મીએ ફરીથી વરસાદની તીવ્રતા વધી શકે છે. 31મીએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ

Gujarat weather forecast: આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે કહેર મચાવ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતાં ખેડૂતો પાયમાલ થયા છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ

છેલ્લા 24 કલાકના વરસાદની માહિતી આપતા હવામાન વિભાગે માહિતી આપી કે, સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતભરમાં ચોમાસાની તીવ્રતા વધારે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત પ્રદેશના તાપી અને સુરત જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. જોકે, કચ્છમાં હવામાન શુષ્ક જોવા મળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. તોફાન મચાવશે કહેર

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ ગઈકાલે 27 ઓક્ટોબર 2025 ના રોજ 0830 કલાકે અક્ષાંશ 16.4°N અને રેખાંશ 66.9°E નજીક, મુંબઈ (મહારાષ્ટ્ર) થી લગભગ 700 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પણજી (ગોવા) થી 750 કિમી પશ્ચિમ, અમીનીદિવી (લક્ષદ્વીપ) થી 860 કિમી ઉત્તરપશ્ચિમ અને મેંગલોર (કર્ણાટક) થી લગભગ 940 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ પર સ્થિર થયું હતું. જેના કારણે આગામી 48 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે. ડિપ્રેશન સાથે સંકળાયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી રચાયેલું ટ્રફ પૂર્વ મધ્ય અરબી સમુદ્રથી પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધીના પૂર્વ-ઉત્તર અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં દરિયાની સપાટીથી 1.5 અને 3.1 કિમી ઉપર સ્થિર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ગાજવીજ સાથે અતિભારે વરસાદ

આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં ગઈકાલથી એટલે 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદી વાતાવરણ રહેશે. આગામી પાંચ દિવસ એટલે કે, 31 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓક્ટોબર એટલે કે આગામી પાંચ દિવસ ગુજરાતભરમાં ગાજવીજની પણ ચેતવણી અપાઇ છે. માછીમારો માટે આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ભારેથી અતિભારે વરસાદની આગાહી

28મી તારીખે એટલે આજે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ સિવાયના તમામ જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 27 તારીખે ગીરસોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જુનાગઢ, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારીમાં ઓરેન્જ એલર્ટ છે એટલે અહીં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Unseasonal rains in Gujarat Gujarat will cause more devastation than monsoon Unseasonal rains
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ