ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમને લઈ આ રસ્તાઓ રહેશે બંધ, અહીં જાણો વૈકલ્પિક રુટ

જાહેરનામું / અમદાવાદમાં PM મોદીના કાર્યક્રમને લઈ આ રસ્તાઓ રહેશે બંધ, અહીં જાણો વૈકલ્પિક રુટ

Published By: Priykant Shrimali

Last Updated: 09:14 AM, 11 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Ahmedabad : ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

ADVERTISEMENT

PM Modi In Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદની મુલાકાત લેવાના હોવાથી શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વાસ્તવમાં PM મોદી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહેવાના છે. બંને VVIP મહેમાનોની હાજરીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ અને ગાંધી આશ્રમ વિસ્તારને ખાસ સુરક્ષા ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

સવારે 7 થી 12 વાગ્યા સુધી રિવરફ્રન્ટ રોડ બંધ

સોમવારના દિવસે સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ રોડ બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. જોકે, આશ્રમ રોડ યથાવત ચાલુ રહેશે.

ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડીને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. વાહનચાલકો વાડજ સ્મશાનગૃહ કટથી વાડજ સર્કલ, ત્યારબાદ ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ બ્રિજ, ટાઉનહોલ અને પાલડી તરફ જઈ શકશે.

કડક સુરક્ષા વ્યવસ્થા

આ તરફ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા પતંગ મહોત્સવ માટે 1 સંયુક્ત પોલીસ કમિશનર, 6 ડીસીપી સહિત લગભગ 4000 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તહેનાત રહેશે. નહેરુબ્રિજ અને ગાંધીબ્રિજ પર તેમજ આસપાસના ધાબા પોઈન્ટ્સ પર 50 થી વધુ ચેતક અને એનએસજી કમાન્ડોઝને મુકવામાં આવશે.

આ પણ વાંચો : સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ, જાણો આજે શું છે PM મોદીનો શેડ્યૂલ ?

ગાંધી આશ્રમની સુરક્ષાની જવાબદારી સેક્ટર-1 ના સંયુક્ત પોલીસ કમિશનર નિરજકુમાર બડગુજરને સોંપવામાં આવી છે, જ્યારે રિવરફ્રન્ટ વિસ્તારની સુરક્ષા ક્રાઇમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સંભાળશે. નોંધનીય છે કે, કાર્યક્રમ પહેલાં શનિવારે આખા રૂટ પર SPG ટીમ સાથે શહેર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Ahmedabad visit Ahmedabad Kite Festival Traffic notification Ahmedabad

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ