બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ, જાણો આજે શું છે PM મોદીનો શેડ્યૂલ ?

ગુજરાત / સોમનાથ સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ, જાણો આજે શું છે PM મોદીનો શેડ્યૂલ ?

Priykant Shrimali

Last Updated: 08:03 AM, 11 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Gujarat : સોમનાથથી ગાંધીનગર સુધી વડાપ્રધાન મોદીના વ્યસ્ત બે દિવસ, અહીં જાણો આજનો PM મોદીનો સમગ્ર કાર્યક્રમ એક જ ક્લિકમાં

PM Modi Gujarat : સોમનાથમાં ચાલી રહેલા સ્વાભિમાન પર્વનો આજે બીજો દિવસ ખાસ મહત્ત્વનો રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના દિવસની શરૂઆત પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા સાથે કરી. સવારે તેઓ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર પહોંચ્યા અને લગભગ 35 મિનિટ સુધી શાંતિપૂર્વક પૂજા-અર્ચના કરશે. પૂજા પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી શૌર્ય યાત્રામાં જોડાશે. શંખ સર્કલથી શરૂ થયેલો આ રોડ શો લગભગ 2 કિલોમીટર લાંબો રહેશે, આ રોડ શો બાદ તેઓ સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે, જ્યાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે આયોજિત જાહેર સભાને લગભગ સંભવિત એક કલાક સુધી સંબોધન કરી શકે છે.

આ તરફ બપોર બાદ વડાપ્રધાન મોદી સોમનાથથી રાજકોટ માટે રવાના થશે. રાજકોટમાં તેઓ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટના ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે અને ઉદ્યોગ, વિકાસ અને રોકાણ અંગે સંબોધન કરશે. આ તરફ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ અમદાવાદ માટે રવાના થશે.

અમદાવાદ પહોંચ્યા પછી વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે. ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશન (ફેઝ-2)ના બાકી રહેલા રૂટનું ઉદ્ઘાટન કરશે, જે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. દિવસના અંતે તેઓ ગાંધીનગરના રાજભવનમાં પહોંચી રાત્રિ રોકાણ કરશે.

આ તરફ બીજા દિવસે એટલે કે 12 જાન્યુઆરી, વડાપ્રધાન મોદીના કાર્યક્રમો પણ એટલા જ મહત્વપૂર્ણ રહેશે. સવારે 09:30 વાગ્યે જર્મન ચાન્સેલર સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને સવારે 10 વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાઈટ ફેસ્ટિવલમાં હાજરી આપશે. બપોર પહેલા મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં બંને દેશો વચ્ચે સહકાર અને વિકાસ અંગે ચર્ચા થશે.

આ પણ વાંચો : VIDEO : સોમનાથ મંદિરમાં PM મોદીએ હાથમાં ડમરુ બાંધેલું ત્રિશુળ ઉપાડ્યું, ભવ્ય નજારો

11 જાન્યુઆરી, 2026 (રવિવાર - સોમનાથ અને રાજકોટ)

  • 09:45 AM: સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા અને દર્શન.
  • 10:15 AM: 'શૌર્ય યાત્રા' (રોડ-શો) માં સહભાગી થશે.
  • 11:00 AM: 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે જાહેર સભાને સંબોધન.
  • 12:10 PM: સોમનાથથી રાજકોટ જવા રવાના.
  • 01:30 PM: રાજકોટ મારવાડી યુનિવર્સિટી ખાતે 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' ના ટ્રેડ શોનું ઉદ્ઘાટન.
  • 02:00 PM: રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન અને સંબોધન.
  • 03:55 PM: રાજકોટથી અમદાવાદ જવા રવાના.
  • 05:15 PM: ગાંધીનગર મેટ્રો ફેઝ-2 (સેક્ટર 10-એ થી મહાત્મા મંદિર) ના બાકીના રૂટનું ઉદ્ઘાટન.
  • 06:30 PM: ગાંધીનગર રાજભવન ખાતે આગમન (રાત્રિ રોકાણ).

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Gujarat Vibrant Gujarat Summit Somnath Swabhiman Parv
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ