બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Video: 88 વર્ષીય શાંતાબાના કરતબ જોઇ અક્ષય કુમારથી રહેવાયું નહીં, પછી જે કર્યું...! તો જેકી શ્રોફે ઢોકળા યાદ કર્યા
Last Updated: 10:46 AM, 31 October 2025
Akshay Kumar International Kudo Tournament : ડાયમંડ નગરી સુરતમાં આયોજિત 17મા અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટૂર્નામેન્ટ 2025-26 એ સંસ્કૃતિ અને રમતગમતનું એક અદભુત મિશ્રણ રજૂ કર્યું હતું. વ્યસ્તમાં અહીં 32 રાજ્યોના 2,000થી વધુ કુડો ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો, ત્યારે સ્ટેજ પર 88 વર્ષની ઉંમરના શાંતા પવારના લાકડી અને તલવારના કરતબોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધું. બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અને જેકી શ્રોફ ઉપરાંત અક્ષયની પત્ની ટ્વિંકલ ખન્ના પણ આ ભવ્ય કાર્યક્રમમાં હાજર રહ્યા.
ADVERTISEMENT
લાકડી-તલવારના કરતબ જોઇ સ્ટેજ પરથી દોડીને 88 વર્ષીય શાંતાબાને અક્ષય કુમાર ભેટી પડ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 31, 2025
(તમને જણાવી દઇએ કે, સુરતમાં 17મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ 2025-26 નું આયોજન કરાયું હતું. જેમાં 32 રાજ્યોના 2 હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં અક્ષય કુમારની… pic.twitter.com/TKYUp4ymQf
88 વર્ષની ઉમર અને અજોડ શક્તિ
ADVERTISEMENT
પુણેથી શાંતા બા તેમના પૌત્રીઓ સાથે સુરતમાં પહોચ્યા અને પોતાના માર્શલ આર્ટ્સના 15 મિનિટના દમદાર પર્ફોર્મન્સથી હાજર લોકોના દિલ જીતી લીધા. 9 વર્ષની ઉંમરથી લાકડી અને તલવારની તાલીમ મેળવી આજે પણ તેઓ આ કળાને જીવંત રાખી રહ્યા છે. તેમની આ પ્રેરણાદાયક સફર અને શારીરિક શક્તિ જોઈને અક્ષય કુમાર સ્ટેજ પર દોડી ગયા અને તેમને ભેટી પડ્યા.
17મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટમાં જેકી શ્રોફે સુરતીઓનું દિલ જીતી લીધું
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 31, 2025
(તમને જણાવી દઇએ કે, સુરતમાં 17મી અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ 2025-26 નું આયોજન કરાયું હતું. જેમાં 32 રાજ્યોના 2 હજારથી વધુ કુડો માર્શલના સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં અક્ષય… pic.twitter.com/wHPShdlZ8A
ADVERTISEMENT
જેકી શ્રોફે કહ્યું, આરામથી આવું ઢોકળા ખાવા
શાંતા બાનો અંદાજ અને પ્રદર્શન જોઈને જાણકારો અને અભિનવ કલાકારો પણ પ્રભાવિત રહ્યા. બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરીને પ્રેક્ષકોનું દિલ જીતી લીધું. સ્ટેજ પર તેમનો અનોખો અંદાજ અને હળવાશથી જણાવ્યું કે, પછી મળીએ, આરામથી આવું ઢોકળા ખાવા.
ADVERTISEMENT

પોલીસકર્મીઓને સન્માનિત કરાયા
ADVERTISEMENT
આ ટૂર્નામેન્ટમાં માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ સુરત પોલીસે કરેલી સાર્વજનિક કામગીરી બદલ અનેક પોલીસકર્મીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા. ઇન્ટરનેશનલ કુડો ખેલાડીઓની હાજરીએ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તર આપ્યું.
આ પણ વાંચો : અંતે સરકારે IPS ઓફિસર અભય ચુડાસમાનું રાજીનામું સ્વીકાર્યું, અગાઉ પણ આપેલું પરંતુ...!
ADVERTISEMENT
ભૂતકાળમાં બોલિવૂડમાં ડુપ્લિકેટ રોલ ભજવી ચૂકેલી શાંતા બા આજે ગરીબ અને અનાથ બાળકો માટે પણ માર્ગદર્શક બની છે. વિવિધ શહેરોમાં લાકડી અને તલવારના કરતબ બતાવવાનું કાર્ય તેમને સતત પ્રેરણા આપે છે. આ ટૂર્નામેન્ટ માત્ર રમતગમતનો જ નાટ્યમંચ નહીં, પરંતુ પ્રેરણા, સંસ્કૃતિ અને બોલિવૂડ સ્ટાર્સની મૈત્રીનો જીવંત ઉદાહરણ બની. 88 વર્ષની ઉમર અને અવિશ્વસનીય શક્તિ ધરાવતી શાંતા બાની હાજરીએ આ ઇવેન્ટને અવિસ્મરણીય બનાવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.