બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંતે સરકારે IPS ઓફિસર અભય ચુડાસમાનું રાજીનામું સ્વીકાર્યું, અગાઉ પણ આપેલું પરંતુ...!

ગાંધીનગર / અંતે સરકારે IPS ઓફિસર અભય ચુડાસમાનું રાજીનામું સ્વીકાર્યું, અગાઉ પણ આપેલું પરંતુ...!

Priykant Shrimali

Last Updated: 09:30 AM, 31 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPS Abhay Chudasma Retirement : 1999 બેચના IPS અધિકારી, ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ગાંધીનગરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્તિ માટે મંજૂરી

IPS Abhay Chudasma Retirement : ગુજરાતના વરિષ્ઠ IPS અધિકારી અને કરાઈ પોલીસ એકેડમીના પ્રિન્સિપાલ અભય ચુડાસમા આજે એટલે કે 31 ઓકટોબેર 2025 (કાર્યાલય સમય બાદ) વય નિવૃત થશે. ગુજરાત સરકારે 30 ઑક્ટોબર, 2025ના રોજ રાજ્યના ગૃહ વિભાગ મારફતે તેમની નિવૃત્તિ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. આ નોટિફિકેશન રાજ્યપાલના નામે તથા અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

1999ની બેચના અધિકારી, સુપરકોપ તરીકે ઓળખ

1999ની બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી અભય ચુડાસમા છેલ્લા અનેક વર્ષોથી ગુજરાત પોલીસમાં મહત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. હાલમાં તેઓ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની નિવૃત્તિ સાથે રાજ્યના પોલીસ વિભાગમાંથી એક અનુભવી અને તેજસ્વી અધિકારી નિવૃત થયા છે.

રાજીનામું આપ્યું, પણ સરકારએ સ્વીકાર્યું નહોતું

આ વર્ષની શરૂઆતમાં 3 જાન્યુઆરી, 2025ના રોજ અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રીતે પોતાનું રાજીનામું રાજ્યના પોલીસ વડાને આપ્યું હતું. તે સમયે તેઓ એડિશનલ ડીજીપી (ADGP) તરીકે ફરજ બજાવતા હતા. રાજીનામા બાદ તેમના નિર્ણય અંગે પોલીસવર્તુળોમાં અનેક ચર્ચાઓ થઈ હતી પરંતુ સરકારએ તે રાજીનામું સ્વીકાર્યું નહોતું. હવે વયનિવૃત્તિની નિર્ધારિત તારીખે તેમની સેવા સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે.

સિરિયલ બ્લાસ્ટ કેસ સહિતના અનેક મહત્વના કેસમાં ભૂમિકા

અભય ચુડાસમા ગુજરાત પોલીસના સુપરકોપ તરીકે ઓળખાય છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક મહત્ત્વના અને પડકારજનક કેસ હેન્ડલ કર્યા હતા. ખાસ કરીને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં તેમની તપાસ અને નેતૃત્વ નોંધપાત્ર રહ્યું છે. તેઓને હંમેશાં શિસ્ત, વ્યવહારકુશળતા અને વ્યાવસાયિક ઈમાનદારી માટે ઓળખવામાં આવ્યા છે.

વયનિવૃત્તિ પહેલાં 10 મહિના અગાઉ આપ્યું હતું રાજીનામું

અભય ચુડાસમા ઑક્ટોબર 2025માં નિવૃત થવાના હતા, પરંતુ તેમણે નિવૃત્તિથી લગભગ દસ મહિના પહેલાં રાજીનામું આપીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જોકે રાજ્ય સરકારે તેમના રાજીનામાને સ્વીકાર્યું નહોતું અને હવે તેઓ નિયમિત વય નિવૃત થયા છે.

એક વર્ષ પહેલાં રાજકારણ અંગેના નિવેદનથી ચર્ચામાં આવ્યા

અભય ચુડાસમા એક વર્ષ પહેલાં સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કારડિયા રાજપૂત સમાજના શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપેલા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમણે પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, આપણા સમાજમાં વ્યક્તિગત અહંકાર અને વહેંચાણ એ વિકાસ માટેનો સૌથી મોટો અવરોધ છે. જો આપણે એક થઈ જઈએ તો સમાજની પ્રગતિ રોકી શકશે એવો કોઈ નથી. તેમની આ ખુલ્લી અને નિડર ટિપ્પણી એ સમયગાળામાં ચર્ચાનો વિષય બની હતી.

અહીં જુઓ એક વર્ષ પહેલા શું કહ્યું હતું અભય ચુડાસમાએ ?

આ સાથે તેમણે કયહ્યું હતું કે, મારે ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરાં થવા આવ્યાં. આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે, કોઇપણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ન હોય, પણ છેલ્લી 2 ટર્મથી બની રહ્યું છે. કારણની અંદર ઊતરો તો તરત જ ખબર પડશે. હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતાં એટલિસ્ટ આપણા 4 MLA જીતવા જોઈએ, પણ માંડ-માંડ 2 આવે છે. 2થી વધતા નથી કદી. તો એનું કારણ શું છે? કારણ આ જ છે કે આપણે એક નથી. દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ.

આ પણ વાંચો : 150મી જન્મજયંતિ: કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરતા PM મોદી, આજે સંબોધન

અભય ચુડાસમાની નિવૃત્તિ સાથે એક યુગનો અંત

અભય ચુડાસમાની નિવૃત્તિ સાથે ગુજરાત પોલીસના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય પૂર્ણ થયો છે. તેમણે પોતાની સેવા દરમિયાન વ્યાવસાયિક ઈમાનદારી, તર્કસંગત તપાસ અને નેતૃત્વના અનેક ઉદાહરણો પુરા પાડ્યા છે. ગુજરાત પોલીસમાં તેમની છાપ લાંબા સમય સુધી અવિસ્મરણીય રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ADGP Abhay Chudasama retirement Abhay Chudasama retirement Karai Police Academy
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ