બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 150મી જન્મજયંતિ: કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરતા PM મોદી, આજે સંબોધન

શ્રદ્ધાંજલિ / 150મી જન્મજયંતિ: કેવડિયામાં સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરતા PM મોદી, આજે સંબોધન

Priykant Shrimali

Last Updated: 09:33 AM, 31 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sardar Vallabhbhai Patel Jayanti : PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા

Sardar Vallabhbhai Patel Jayanti : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સવારે 8:10 વાગ્યે વડાપ્રધાન કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યું હતું. દેશના એકીકરણમાં સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને યાદ કરતાં વડાપ્રધાને ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના ઉજાગર કરી.

મહત્વનું છે કે, ભલે સવારથી એકતાનગર વિસ્તારમાં હળવો વરસાદ વરસી રહ્યો હોય, તોય પણ તંત્ર અને સુરક્ષા દળો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. પુષ્પાંજલિ અર્પણ બાદ વડાપ્રધાન મોદીએ ‘એકતા પરેડ’માં હાજરી આપી છે.

મહત્વનું છે કે, થોડીવારમાં PM મોદી દેશને સંબોધન કરી રહ્યા છે. પરેડ દરમિયાન રાષ્ટ્રીય એકતા, સંકલન અને સૌહાર્દના સંદેશ સાથે વિવિધ રાજ્યોના દળોએ પ્રદર્શન કર્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં સરદાર પટેલના વિચારોને આજના યુગમાં પ્રાસંગિક ગણાવ્યા અને યુવાનોને દેશની એકતા અને વિકાસ માટે સમર્પિત થવાનો સંદેશ આપ્યો. આ સાથે આજે ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વાજે ગાર્ડ ઓફ ઓનર લીડ કર્યું છે.

સવારે 10:45 વાગ્યે પીએમ મોદીએ ‘આરંભ 7.0’ના સમાપન પ્રસંગે તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમને રાષ્ટ્રસેવામાં નવી પ્રેરણા આપી. આ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન બપોરે 12:20 વાગ્યે કેવડિયાથી વડોદરા પહોંચશે અને ત્યાંથી બપોરે 1:00 વાગ્યે દિલ્હી માટે રવાના થવાના છે.

આ પણ વાંચો : દેશના એક એવા ગૃહમંત્રી જેમના મૃત્યુ સમયે ખાતામાં હતા માત્ર 250 રૂપિયા

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, વિચારો અને ભારતના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરતો એક પ્રેરણાદાયક વીડિયો પણ શેર કર્યો છે. એકતાનગરમાં આજે રાષ્ટ્રીય ગૌરવ, દેશભક્તિ અને એકતાનો અનોખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં દરેક ભારતીય હૃદય સરદાર પટેલના અવિસ્મરણીય સંદેશ "એક ભારત, શ્રેષ્ઠ ભારત" ને ફરીથી અનુભવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sardar Patel 150th birth anniversary Sardar Vallabhbhai Patel Jayanti PM Modi
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ