બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ચાર દિવસની નાસભાગ બાદ ઝડપાયો દેવાયત ખવડ, જાણો ક્યાં છુપાયો હતો? સરેન્ડર કરતાં ધરપકડ

ગુજરાત / ચાર દિવસની નાસભાગ બાદ ઝડપાયો દેવાયત ખવડ, જાણો ક્યાં છુપાયો હતો? સરેન્ડર કરતાં ધરપકડ

Published By: Hiralal Parmar

Last Updated: 12:37 PM, 17 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાર દિવસ ફરાર રહ્યાં બાદ આખરે લોક સાહિત્યકાર દેવાયત ખવડે સરેન્ડર કરી લીધું છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી..

ગીરના જંગલમાં હુમલો કરીને ફરાર થયેલો લોક સાહિત્યકાર દેવાયત ખવડ આખરે ઝડપાયો છે. પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના દિવસે દેવાયત ખવડે જુનાગઢના તાલાળામાં અમદાવાદના ધ્રૂવરાજિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો જે પછી તે ફરાર થઈ ગયો હતો. આમ 4 દિવસ બાદ તેની ધરપકડ કરાઈ છે.

ક્યાંથી ઝડપાયો

પોલીસે સુરેન્દ્રનગરમાં દૂધઈના ફાર્મહાઉસમાંથી ખવડની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસ હવે ખવડે કોર્ટમાં રજૂ કરશે જે પછી તેના જામીન કે રિમાન્ડ પર નિર્ણય આવી શકે છે.

સરેન્ડર કર્યું

દેવાયત ખવડે સરેન્ડર કર્યું હોવાનું પણ કહેવાય છે જે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. ખવડ છેલ્લા 4 દિવસથી ફરાર હતો. પોલીસે તેને શોધવા આકાશ-પાતાળ એક કરી રહી હતી.

વધુ વાંચો : 3500 વર્ષ જુનો ભૂત ભગાડતો છોડ જોયો છે? ઘરમાં ઉગાડવાના અનેક ફાયદા, ખૂબસુરતી દિલ હરી લેશે

દેવાયત ખવડે શું કર્યું હતું?

ડાયરા કિંગ તરીકે જાણીતો દેવાયત ખવડ ફરી મોટો વિવાદમાં આવ્યો હતો. ગત રોજ જુનાગઢ જિલ્લાના તાલાલાના ચિત્રાવડ ગામમાં દેવાયત ખવડની ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાઈ હતી. કાર ટક્કરમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. આ ઘટના સમયે હવામાં ગોળીબાર થયો હોવાનું પણ કહેવાય હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

devayat khavad devayat khavad arrest

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ