બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અન્નદાતાને રાહતનું પેકેજ! પાક નુકસાની માટે આજથી નોંધણી શરુ, આ રીતે કરાવો રજિસ્ટ્રેશન
Last Updated: 02:24 PM, 11 November 2025
Gujarat Farmer Relife Package : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા અતિભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં બાગાયત તથા કૃષિ પાકને ભારે નુકસાન થયું હતું. ખાસ કરીને જુનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લામાં વરસાદી ત્રાટકાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.
ADVERTISEMENT
હવે સરકાર આ ખેડૂતોની મદદ માટે આગળ આવી છે અને ખાસ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ રાહત પેકેજ અંગેનું નોટિફિકેશન આજે જ બહાર પાડવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ તેઓને મળશે જેઓના પાકને 33%થી વધુ નુકસાન થયું હોય.
રાહત પેકેજની મુખ્ય વિગતો
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે જ્યાં ભારે વરસાદના કારણે રવિ પાકનું વાવેતર શક્ય ન બન્યું હોય, તેવા ખેડૂતોને પણ આ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ
ADVERTISEMENT
આ યોજનાના લાભ માટેનું રજીસ્ટ્રેશન આજથી એટલે કે 11 નવેમ્બરથી શરૂ થયું છે. ખેડૂતોને પોતાના ગામના વી.એસ.સી. (Village Service Centre) અથવા વિલેજ કોમન સર્વિસ સેન્ટર મારફતે રજીસ્ટ્રેશન કરાવવું રહેશે.
ADVERTISEMENT
ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે સમયસર રજીસ્ટ્રેશન કરીને સહાય મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરે.
આ પણ વાંચો : આખરે 6 મહિના બાદ રાજદીપસિંહ રીબડાનું પોલીસ સમક્ષ સરેન્ડર, જાણો શું હતો સમગ્ર કેસ
ADVERTISEMENT
સરકારનો ખેડૂતપ્રેમી નિર્ણય
રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોના હિતમાં પગલાં ભર્યા છે. અતિભારે વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને આ રાહત પેકેજથી મોટી મદદ મળશે અને તેઓ ફરીથી ખેતીમાં ઉત્સાહપૂર્વક જોડાઈ શકશે. આ પેકેજથી કેટલા ખેડૂતોને લાભ મળશે અને કેટલી જમીન આ સહાય હેઠળ આવરી લેવામાં આવશે તે આવતા દિવસોમાં સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.