બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / આખરે 6 મહિના બાદ રાજદીપસિંહ રીબડાનું પોલીસ સમક્ષ સરેન્ડર, જાણો શું હતો સમગ્ર કેસ
Last Updated: 11:40 AM, 11 November 2025
Rajdeepsinh Jadeja surrender : ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. અમિત ખુંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે ઓળખાતા રાજદીપસિંહ ગયા છ મહિના દરમિયાન ફરાર હતા. પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં અમિત ખુંટ પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ છે. આ સુસાઇડ નોટના આધારે પોલીસએ બંને પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
ADVERTISEMENT
રાજદીપસિંહ જાડેજા ફરાર થતાં પહેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને અરજી ફગાવી દેવામાં આવી હતી. કેસમાં મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ અગાઉ આત્મસમર્પણ કર્યું હતું અને પોલીસ ધરપકડ કરી ચૂકી છે.
અમિત ખુંટ કેસમાં રાજદીપસિંહ રીબડાનું ગોંડલ તાલુકા પોલીસ સમક્ષ સરેન્ડર, 6 મહિનાથી હતો ફરાર#AmitKhuntCase #RajdeepsinhRibda #GondalPolice #BreakingNews #FugitiveSurrenders #CrimeNews #PoliceAction #JusticeUpdate #LawAndOrder #GujaratNews #InvestigationUpdate #Gujarat #VTVDigital pic.twitter.com/5ux4x8hDBO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 11, 2025
ADVERTISEMENT
અગાઉ પોલીસ તપાસમાં આ કેસ હનીટ્રેપની કથાના પણ બનેલા હોવાનું ખુલ્યું છે. આ કાવતરામાં એક યુવતી અને એક સગીરની ધરપકડ થઈ હતી. કાયદાકીય મદદ આપવા બદલ બે વકીલો, સંજય પંડિત અને દિનેશ પાતર પણ અટકાયત કરવામાં આવ્યા હતા. અતાઉલ્લાહ ખાન નામના અન્ય એક શખ્સની ધરપકડ પણ થઈ ચુકી છે, જ્યારે રહીમ મકરાણી હજુ પણ ફરાર છે.

ADVERTISEMENT
અમિત ખુંટની સુસાઇડ નોટ
અમિત ખુંટે પોતાની સામે દુષ્કર્મનો કેસ નોંધાયાના બે દિવસમાં આત્મહત્યા કરી હતી. તેમને લખેલી ચાર પાનાની સુસાઇડ નોટમાં પહેલા બે પાના પર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્રીજા પાનામાં પોતાના પરિવારજનોના કોન્ટેક્ટ નંબર અને અન્ય પાનામાં મોટા અક્ષરે અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને સગીરાના નામનો ઉલ્લેખ કરીને લખ્યું હતું કે, “હું આ લોકોના ત્રાસથી મરું છું.”
ADVERTISEMENT
આ પણ વાંચો : સીધા જ પરિણીત દીકરીઓના એકાઉન્ટમાં આવી જશે 12,000 રૂપિયા, જાણો સરકારી સ્કીમ
શું કહ્યું પોલીસે ?
ADVERTISEMENT
ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના નિવેદન અનુસાર પોલીસ હવે તપાસમાં આ બાબતોનું વિગતવાર પુછપરછ કરશે કે, કોણે કોણે રાજદીપસિંહને આશરો આપ્યો અને કઈ કઈ જગ્યાઓ પર તેમણે ફરાર કર્યા. રાજદીપસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.