બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સીધા જ પરિણીત દીકરીઓના એકાઉન્ટમાં આવી જશે 12,000 રૂપિયા, જાણો સરકારી સ્કીમ

જાણવું જરૂરી / સીધા જ પરિણીત દીકરીઓના એકાઉન્ટમાં આવી જશે 12,000 રૂપિયા, જાણો સરકારી સ્કીમ

Priykant Shrimali

Last Updated: 11:14 AM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kunvarbai Mameru Yojana : ગરીબ પરિવારોની દીકરીઓને આર્થિક સહાય અને કલ્યાણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે “કુંવરબાઈનું મામેરૂ યોજના” ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહી છે, જાણો યોજના વિશેની તમામ માહિતી એક જ ક્લિકમાં

Kunvarbai Mameru Yojana : ગુજરાત સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને તેમના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા માટે “કુંવરબાઈનું મામેરૂ યોજના” ચલાવી રહી છે. આ યોજના મુખ્યત્વે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગોની દીકરીઓને લાભ પહોંચાડવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

યોજનાનો ઉદ્દેશ્ય

કુંવરબાઈનું મામેરૂ યોજના મુખ્યત્વે અનુસૂચિત જાતિ, OBC અને આર્થિક રીતે નબળા પરિવારોની કન્યાઓને લાભ આપવા માટે રચાઈ છે. ગરીબ પરિવારોની દીકરીઓને આર્થિક સહાય અને કલ્યાણ પૂરું પાડવું આ યોજનાનું મુખ્ય હેતુ છે.

સહાયનો દર

કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ, પરીણીત દીકરીને 12,000 રૂપિયાની સીધી સહાય તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ની કિસ્સામાં પણ આ યોજના લાગુ પડે છે. નોંધનીય છે કે, 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને રૂ. 12,000/- સહાય આપવામાં આવે છે, જ્યારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ રૂ. 10,000/- આપવામાં આવે છે.

પાત્રતાના માપદંડ

  • યોજના માટે આવક મર્યાદા : ₹6,00,000/- પ્રતિ વર્ષ.
  • એક કુટુંબ માટે ફાયદો માત્ર બે પુખ્તવયની કન્યાઓ સુધી પ્રતિકાળ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો

  • યોજના માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી છે:
  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્નનો નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક (યુવતીના નામનું)

કોણ મેળવી શકે છે લાભ?

  • અનુસૂચિત જાતિ (SC/ST)ની કન્યાઓ
  • OBC શ્રેણીની કન્યાઓ
  • આર્થિક રીતે નબળા પરિવારની કન્યાઓ

આ પણ વાંચો : પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ, જેમાં રોકાણ કર્યું એટલે દર મહિને 9250 તમારા ખાતામાં!

કેવી રીતે અરજી કરવી?

કન્યાઓ લગ્ન પછી 2 વર્ષની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી માટે વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in પર તમામ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરવું જરૂરી છે. સહાય DBT (Direct Benefit Transfer) મારફતે સીધા બેંક ખાતામાં જમા થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Marriage Assistance, Kunvarbai Mameru Yojana Kunvarbai Mameru Yojana Form
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ