ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat Rains;Congress leader Paresh dhanani Demands for water for farmers

નિવેદન / ઉદ્યોગોનું પાણી બંધ કરી ખેડૂતોને આપો : વરસાદની ઘટ બાદ પરેશ ધાનાણીએ જુઓ શું કરી માંગ

Published By: Kavan

Last Updated: 07:33 PM, 28 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસું જાણે ખેડૂતો માટે મૃગજળ છે ત્યારે પરેશ ધાનાણીએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ADVERTISEMENT

  •  રાજ્યના 230 તાલુકાઓમાં પાણીની ઘટ 
  • ઉદ્યોગોને કાપ આપી, ખેતીને આપો પાણી,હે રૂપાણી :પત્ર 
  • 21 તાલુકાઓમાં 80 ટકા વરસાદની ઘટ;પાણી છે ત્યાં વીજળી આપો 

ગુજરાતમાં અષાઢ કોરો ધાકોડ અને શ્રાવણમાં પણ છૂટાં-છવાયા સરવરિયાને બાદ કરતાં ક્યાંય વરસાદ નથી. પરિણામે ગુજરાતમાં દુષ્કાળની સ્થિતિ જળુંબી રહી છે. આવા સંજોગોમાં રાજ્યના ખેડૂતોની મુરજાતિ ઊભી મોલાતુંને જીવનદાન આપવા સરકારે સત્વરે પગલાઓ લઈ, ખેડૂતોના ખેતર અને જીવનને સંજીવની આપવા સઘન પ્રયાસો કરવા જોઈએ.ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી માંગણી કરી છે.

ધાનાણીએ શું લખ્યું છે પત્રમાં? 
ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા 'તાઊકતે' વાવાઝોડાએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે ખાના-ખરાબી સર્જી દીધી હતી. આ મૂઢ મારની કળ પણ વળી નથી ત્યાં વરસાદની મોટી ઘટએ,ખેડૂતને પાયમાલી તરફ ધકેલી દિધો છે. રાજ્યના 251 તાલુકાઓ પૈકી 230 જેટલા તાલુકાઓમાં 40 ટકાથી પણ ઓછો વરસાદ છે. તો 21 તાલુકાઓમાં 80 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આવા સંજોગોમાં મોંઘા ભાવના બિયારણ -ખાતર નાખવા છતાં ખરીફ પાકની ઊભી મોલાતું મૂરજાઈ જવાના આરે ઊભી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી ખેડૂતોને વીજકરમાં તો રાહત આપવા સાથે જે વિસ્તારમાં પાણી છે,ત્યાં વીજળીના કલાકો વધારે આપવા માંગણી કરી છે. આ ઉપરાંત કિસાન સહાય યોજના અંતર્ગત પણ ખેડૂતોને લાભ આપવા માંગણી કરી છે. પરેશ ધાનાણીએ રાજ્યના ઔધોગિક એકમોને ફાળવાતા પાણીમાં કાપ મૂકવાની અને એ હિસ્સો સિંચાઇ માટે ખેડૂતોને આપવા પણ રજૂઆત કરી છે. 

સુકાતા મોલ સૃષ્ટિના,પછી વૃષ્ટિ થયાથી શું ? 
ગુજરાતમાં અષાઢ અને શ્રાવણ પૂર્ણ થયો છે. આમ છતાં ખરીફ પાકને જીવતદાન મળે તેવા વરસાદનો કોઈ જ વરતારો નથી. પરિણામે જગતાત,પાકની ઉપજ અંગે પણ ચિંતિત છે. હજુ સપ્તાહ પૂર્વે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે,રાજ્યના જળાશયોની પાણીની સ્થિતિ અંગેનો ચિતાર આપી કહ્યું હતું કે, સિંચાઇ માટે આપી શકાય તેટલું પાણી નથી. પરિણામે,રાજ્યના ખેડૂતોમાં ઘેરી નિરાશા વ્યાપી છે. આવા સંજોગોમાં પરેશ ધાનાણી એ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના પાક અને પારિવારિક મન;સ્થિતિથી અવગત કરાવી સંવેદના ઢંઢોળવા પ્રયાસ કર્યો છે.   

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rains paresh dhanani vijay rupani પરેશ ધાનાણી Gujarat Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ