બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: ગીરના જમજીર ધોધમાં પ્રવાસીઓ ફસાયા, ફાયર વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યૂ

વીડિયો / VIDEO: ગીરના જમજીર ધોધમાં પ્રવાસીઓ ફસાયા, ફાયર વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યૂ

Published By: Chintan Chavda

Last Updated: 09:33 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diu Passengers Stranded After visiting Jamjir Falls: ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, રાજ્યના અમુક શહેરોમાં જાહેર રસ્તાઓ પર જ હોડી લઈને ફરવાનૉ વારો આવ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં ઘણી જગ્યાએ લોકો ફસાઈ પણ રહ્યા છે. આજે જ ગીર સોમનાથના જમજીર ધોધ જોવા આવેલા દીવના મુસાફરો ફસાયા હતા.

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ હવે જુનાગઢના કેશોદમાં એક મહિલા નદીમાં તણાઇ ગઈ છે. આ સાથે ભાવનગરના ધોધા ગામે ખાડામાં પડતાં બે બાળકોના મોત થયા છે. આ તરફ સુરતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કંટવા ગામે બળદ તણાયા હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઉપરવાસમાં વરસાદને કારણે ખાડીમાં પાણીની આવક થઈ હતી. જે બાદમાં હવે અહીં બળદ તણાઇ ગયા હતા. ત્યારે ગીર સોમનાથના જમજીર ધોધ જોવા આવેલા દીવના મુસાફરો ફસાયા હતા.

હવામાનની આગાહી પ્રમાણે જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ તરફ સમાચાર સામે આવ્યા છે કે, ગીર સોમનાથના જમજીર ધોધ જોવા આવેલા દીવના મુસાફરો અટવાયા છે. આ દરમિયાન ધોધમાં ફસાયેલા મુસાફરોનું વેરાવળ કોડીનાર ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

app promo3

વધુ વાંચો:ગુજરાતમાં આફતનો વરસાદ! ક્યાંક મહિલા તણાઈ તો ક્યાંક બાળકો ડૂબ્યા, જુઓ વીડિયો

હકીકતમાં ઘટના એમ છે કે, દીવના 6 યુવાનો બાઇક લઈને ગીર સોમનાથ ફરવા આવ્યા હતા. ત્યાં તેઓ જમજીર ધોધ જોવા માટે ગયા ત્યારે અચાનક અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો.પાણીનો પ્રવાહ અચાનક વધતા દીવથી ફરવા આવેલા મુસાફરો જીવ બચાવવા માટે એક મોટા પથ્થર પર ચડી ગયા. પથ્થર પર ચડયા બાદ પણ પાણીનો પ્રવાહ ધીમો ન પડ્યો જેથી મુસાફરો ફસાઈ ગયા. આ ઘટનાની જાણ થતાં વેરાવળ કોડીનાર ફાયર વિભાગે અને સ્થાનિક લોકોએ ફરવા આવેલા મુસાફરોનું રેસ્ક્યૂ કર્યું અને તેમને સલામત બહાર કાઢ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diu Tourist Gujarat Rain Gir Somnath

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ