ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ગુજરાતમાં આફતનો વરસાદ! ક્યાંક મહિલા તણાઈ તો ક્યાંક બાળકો ડૂબ્યા, જુઓ વીડિયો

તારાજી / ગુજરાતમાં આફતનો વરસાદ! ક્યાંક મહિલા તણાઈ તો ક્યાંક બાળકો ડૂબ્યા, જુઓ વીડિયો

Published By: Priykant Shrimali

Last Updated: 08:20 PM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain : રાજ્યમાં વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી, કેશોદમાં મહિલા નદીમાં તણાઇ તો ભાવનગરના ધોધા ગામે ખાડામાં પડતાં બે બાળકોના મોત

ADVERTISEMENT

Gujarat Rain : ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ હવે જુનાગઢના કેશોદમાં એક મહિલા નદીમાં તણાઇ ગઈ છે. આ સાથે ભાવનગરના ધોધા ગામે ખાડામાં પડતાં બે બાળકોના મોત થયા છે. આ તરફ સુરતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે કંટવા ગામે બળદ તણાયા હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, ઉપરવાસમાં વરસાદને કારણે ખાડીમાં પાણીની આવક થઈ હતી. જે બાદમાં હવે અહીં બળદ તણાઇ ગયા હતા.

વરસાદી માહોલ વચ્ચે મહિલા તણાઈ

હવામાનની આગાહી પ્રમાણે જુનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ તરફ સમાચાર સામે આવ્યા છે કે, કેશોદના ઉતાવળિયા નદીમાં મહિલા તણાઈ છે. અહીં ઘસમસતામાં પાણીમાં એક મહિલા તણાઇ હતી. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ભાવનગરના ઘોઘા ગામે ડૂબી જતાં 2 બાળકના મોત

ભાવનગરમાં પણ વરસાદી માહોલ વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર ઘોઘાગામે ખાડામાં પડતા બે બાળકોના મોત થયા છે. વિગતો મુજબ પાણીના ટાકાની બાજુમા પાણી ભરેલ મોટા ખાડામાં પડતા મોત થયા છે. મહત્વનું છે કે, 3 બાળકો ડૂબતા એક બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને બે બાળકોના મોત થયા છે. આ તરફ બનાવની જાણ ઘોઘા પોલીસ ને થતા ઘોઘા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અહીં એક બાળકને રેસ્ક્યુ કરી ઘોઘા CHC હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : PM મોદીએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી, દિલ્હીથી જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ

સુરતના કંટવા ગામે બળદ તણાયા

સુરતમાં સતત વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ તરફ ઉપરવાસમાં વરસાદને કારણે ખાડીમાં પાણીની આવક થઈ હતી.

જોકે આ દરમિયાન ખેડૂત ખેતરથી પરત આવી રહ્યા હતા ત્યારે બળદ ખાડીમાં તણાઇ ગયા હતા. જોકે ચાલક સદનસીબે પાણીની બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે. આ તરફ બળદ પાણીમાં તણાતા બળદનું મોત થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Gujarat rains heavy rains

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ