ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / કેજરીવાલ-ભગવંત માન હાલ ગુજરાતમાં, હવે રાહુલ ગાંધી પણ આવશે, શું કંઇ મોટું થશે?

રાજકારણ / કેજરીવાલ-ભગવંત માન હાલ ગુજરાતમાં, હવે રાહુલ ગાંધી પણ આવશે, શું કંઇ મોટું થશે?

Published By: Nidhi Panchal

Last Updated: 02:42 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે. એક તરફ રાહુલ ગાંધીનો પ્રવાસ, તો બીજી તરફ મેઘરજમાં મોટી મહાપંચાયત થવાની તૈયારી છે. શું આ રાજકીય હિલચાલ નવા વળાંકે લઇ જશે?

ADVERTISEMENT

આગામી 26 જુલાઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. તેમના આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને નવનિયુક્ત જિલ્લા અને શહેર સ્તરના કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક યોજાશે. પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઉપરાંત, જિલ્લા પ્રમુખો માટે ખાસ તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આગામી યોજનાઓ અને પાર્ટી કૌશલ્ય પર માર્ગદર્શન આપવામાં આવશે.

Rahul-Gandhi

જ્યાં કોંગ્રેસ રાજકીય સ્તરે આયોજનમાં લાગી છે, ત્યાં બીજી બાજુ પશુપાલકોની સમસ્યા પર હવે રાજકીય ગતિશીલતા જોવા મળી રહી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની પ્રતિષ્ઠિત સાબર ડેરીના દુઘના ભાવમાં થયેલા ફેરફારથી છેલ્લા એક અઠવાડિયાથી પશુપાલકો નારાજ છે અને વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. પશુપાલકોના આ વિરોધને હવે રાજકીય ટેકો પણ મળવા લાગ્યો છે.

kejriwal-simple

આમ આદમી પાર્ટી (AAP) એ પશુપાલકોના સમર્થનમાં ખુલ્લું મંચ ઝંપાવ્યું છે. આજે 23 જુલાઈએ મોડાસાના મેઘરજ ખાતે આવેલા કુમકુમ પાર્ટી પ્લોટમાં બપોરે 12 વાગ્યે AAP દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયતમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુજરાત AAPના નેતા ઈસુદાન ગઢવી હાજર રહેશે.

app promo2

આ પણ વાંચો : નોકરીએથી વહેલા નીકળી જજો, મકાનના છાપરા સુધી પાણી ભરાઈ જશે, અંબાલાલની ખતરનાક આગાહી

આ મહાપંચાયતમાં ખાસ કરીને દુઘના ભાવના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં દૂધ ઉત્પાદકો અને ડેરી સંસ્થાઓ વચ્ચેનો વિવાદ અત્યંત સંવેદનશીલ બની ગયો છે અને તેના પર રાજકીય પક્ષો પોતાનું મંચ બનાવતા જોવા મળી રહ્યા છે. એક તરફ રાહુલ ગાંધીની મુલાકાત, અને બીજી તરફ AAPની મહાપંચાયત – રાજ્યની રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો દેખાઇ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AAP Kisan Mahapanchayat Rahul Gandhi Gujarat visit,

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ