ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નોકરીએથી વહેલા નીકળી જજો, મકાનના છાપરા સુધી પાણી ભરાઈ જશે, અંબાલાલની ખતરનાક આગાહી

આગાહી / નોકરીએથી વહેલા નીકળી જજો, મકાનના છાપરા સુધી પાણી ભરાઈ જશે, અંબાલાલની ખતરનાક આગાહી

Last Updated: 02:25 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ મુજબ તા. 27 જુલાઈથી ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. તેમજ તા. 27-28 જુલાઈએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. તા. 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.

ભારે વરસાદ થશેઃ અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, ભરૂચ, બોડેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, કચ્છમાં પણ ભારે વરસાદ થશે. ભારે પવન સાથે વરસાદની ગતિ પણ વધારે રહેશે.

હવામાન વિભાગની મધ્યમ વરસાદની આગાહી

આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર ખેડા, આણંદ, પંચમહાલમાં તેમજ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરતારો છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદ પડવાની વકી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિત બોટાદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ યાત્રાધામે જનારા દર્શનાર્થીઓ ખાસ વાંચે, બહાર પડાયું મહત્વનું જાહેરનામું

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી

રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમુક વિસ્તારમાં ઝરમર તો ક્યાંક ચાર ઈંચ સુધીના વરસાદ નોંધાઈ રહ્યા છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર, હવે પછીની વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત હશે અને અમુક જગ્યાએ તો 10 ઈંચ કે તેથી વધુ પણ વરસાદ પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain forecast Weather Ambalal Patel Paresh Goswami
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ