બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ યાત્રાધામે જનારા દર્શનાર્થીઓ ખાસ વાંચે, બહાર પડાયું મહત્વનું જાહેરનામું
Last Updated: 12:29 PM, 23 July 2025
ગીર સોમનાથમાં શ્રાવણ મહિનાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પોલીસ અધિક્ષક ગીર સોમનાથ દ્વારા આગામી તા.૨૫/૦૭/૨૦૨૫ થી તા.૨૩/૦૮/૨૦૨૫ સુધી શ્રાવણ માસ સબબ સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય અને શ્રધ્ધાળુઓ મોટા પ્રમાણમાં વાહનો લઈને આવતા હોય, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા નિવારવી ખુબજ જરૂરી હોય છે.
ADVERTISEMENT
શ્રધ્ધાળુઓના વાહનોની એન્ટ્રી
જેથી શ્રાવણ માસ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓના વાહનોની એન્ટ્રી (૧) સફારી બાયપાસ અને વેરાવળ શહેર તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલ થઈ વેણેશ્વર ચોકડી થઈ એક માર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સોમનાથ ટ્રસ્ટના એકઝીટ ગેટથી બહાર નિકળી અવધુતેશ્વર મહાદેવ ત્રણ રસ્તા થઈ સફારી બાયપાસથી બહાર નિકળશે તથા (૨) ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો "નો પાર્કિંગ ઝોન" જાહેર થવાનુ જાહેરનામું પ્રસિધ્ધ થવા દરખાસ્ત રજૂ થયેલ છે.
ADVERTISEMENT
સાવજની ગર્જનાની ભૂમિ - ગીર સોમનાથ જિલ્લો@CMOGuj@revenuegujarat@JayantiRavi@Harsh_Office@InfoGirsomnath@InfoGujarat pic.twitter.com/NaXdxnFv63
— Collector Gir Somnath (@collectorgirsom) July 22, 2025
યાત્રાળુઓની સલામતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
ADVERTISEMENT
ઉપરોકત વિગતે શ્રી સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસ દરમ્યાન યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તથા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુસર પોલીસ અધિક્ષકશ્રી તરફથી રજુ થયેલ દરખાસ્ત પરત્વે પુખ્ત વિચારણા કરતા તે મુજબ જાહેરનામું બહાર પાડવુ આવશ્યક જણાય છે.

ADVERTISEMENT
વાહનો ક્યાં પાર્ક કરશો
જિલ્લા મેજીસ્ટ્રેટ, ગીર સોમનાથ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂઈએ શ્રી સોમનાથ મંદિર મુકામે શ્રાવણ માસ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓના વાહનોની એન્ટ્રી (૧) સફારી બાયપાસ અને વેરાવળ શહેર તરફથી આવતા તમામ પ્રકારના વાહનો ગુડલક સર્કલ થઈ વેણેશ્વર ચોકડી થઈ એક માર્ગીય રીતે ન્યુ ગૌરીકુંડ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં આવશે અને ત્યાંથી વાહનો પાર્કિંગમાં મુકીને દર્શનાર્થી દર્શન કરી પરત ફરે ત્યારે પાર્કિંગમાંથી વાહનો લઈ ત્રિવેણી રોડ ઉપર આવેલ પ્રજાપતિ ધર્મશાળા પાસે નવા બનેલ સિમેન્ટ રોડ ઉપર સોમનાથ ટ્રસ્ટના એકઝીટ ગેટથી બહાર નિકળી અવધુતેશ્વર મહાદેવ ત્રણ રસ્તા થઈ સફારી બાયપાસથી બહાર નિકળશે તથા (૨) ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી તથા હમીરજી સર્કલથી ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો "નો પાર્કિંગ ઝોન" જાહેર કરવા આથી ફરમાન કરુ છું.
ADVERTISEMENT

વન-વે રૂટ :-
ADVERTISEMENT
એન્ટ્રી: ગુડલક સર્કલથી વેણેશ્વર ચોકડીથી ન્યુ ગૌરીકુંડથી સોમનાથ ટ્રસ્ટના પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા.
એકઝીટ: નવા બસ સ્ટોપ પાસે બનેલ સોમનાથ ટ્રસ્ટના એકઝીટ ગેટ થઈ નવા સિમેન્ટ રોડ પરથી અવધુતેશ્વર ત્રણ રસ્તા થઈ સફારી બાયપાસ ચોકડીથી બહાર નિકળશે.
આ પણ વાંચોઃ મોબાઇલના વળગણે વધુ એક કિશોરનો જીવ લીધો, તો પાટણમાં લફંગાના ત્રાસથી સગીરાએ જીવન ટૂંકાવ્યું
જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે
આ જાહેરનામુ તા.૨૫/૦૭/૨૦૨૫ના રોજ કલાક ૦૦:૦૦ થી તા.૨૩/૦૮/૨૦૨૫ના રોજ કલાક ૦૮:૦૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામુ ફરજ ઉપરના સરકારી વાહનો, મેડીકલ ટીમના વાહનો તથા ઈમરજન્સી સેવાઓને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા માટે ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.