બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / ધો. 4ના વિદ્યાર્થીએ ખાધો ગળાફાંસો, તો પાટણમાં લફંગાના ત્રાસથી 17 વર્ષીય સગીરાએ જીવન ટૂંકાવ્યું
Last Updated: 01:11 PM, 23 July 2025
પાટણમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. 15 વર્ષીય સગીરાએ નરાધમના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે. સગીરાને દીપક ચૌહાણ નામનો શખ્શ હેરાન કરતા આપઘાત કર્યો હતો. પાટણના એક ગામની સગીરાએ ગળે ટૂંપો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સ્કૂલ, ટ્યુશને જતી સગીરા પાસે શખ્સ નંબરની માંગ કરી હેરાન કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવવા પામ્યું છે.
ADVERTISEMENT

ઘરે જ ચાદર વડે ગળે ટૂંપો ખાઈ કર્યો આપઘાત
ADVERTISEMENT
યુવક દ્વારા સગીરા પાસે અવાર નવાર પીછો કરી વારંવાર હેરાન કરતા સગીરા દ્વારા આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વારંવાર હેરાન કરતા સગીરાએ અંતે કંટાળી આત્મહત્યા કરી હતી. સગીરાએ પોતાના ઘરે જ ચાદર વડે ગળે ટૂંપો ખાઈ આપઘાત કર્યો હતો. પરિવારની એકની એક દીકરીના મોતને લઈ પરિવાર ગમગીન થઈ ગયો હતો. સગીરાના પિતાએ સરસ્વતી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT
આ પણ વાંચો : કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આજે મોડાસામાં 'AAP'ની મહાપંચાયત, વિવાદ સાબર ડેરીનો
કતારગામ પોલીસે તપાસ શરૂ કરી
ADVERTISEMENT
તો બીજી તરફ સુરતમાં 12 વર્ષના કિશોરે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. કતારગામમાં કિશોરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બહેને પૂછ્યા વગર નાસ્તો કરી લેતા કિશોરને માઠું લાગી આવ્યું હતું. દીપાંશુ નામના કિશોરે આપઘાત કરી લીધો હતો. યુવક ધો. 4 માં અભ્યાસ કરતો હતો. આ બાબતે કતારગામ પોલીસે તપાસ શરૂ કરી છે.
મોબાઈલના કારણે કિશોરે આપઘાત કર્યો
ADVERTISEMENT
સુરતનાં પાંડસરા વિસ્તારમાં મોબાઈલના કારણે કિશોરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પિતાએ મોબાઈલને લઈ કિશોરને ઠપકો આપતા કિશોરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. મોબાઈલના કારણે કિશોર અભ્યાસમાં ધ્યાન આપતો ન હોઈ પિતાએ ઠપકો આપ્યો હતો. સત્યમ ગુપ્તા નામનો કિશોર ધો. 12 માં અભ્યાસ કરતો હતો. પાંડેસરા પોલાીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.