ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આજે મોડાસામાં 'AAP'ની મહાપંચાયત, વિવાદ સાબર ડેરીનો
Last Updated: 10:24 AM, 23 July 2025
ADVERTISEMENT
સાબરકાંઠા-અરવલ્લીની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં પશુપાલકોને મળતા દૂઘના ભાવફેરને લઈ પશુપાલકો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હવે પશુપાલકોના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આજે મોડાસાના મેઘરજ ખાતે આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે બપોરે 12 વાગ્યે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલ છે.
ADVERTISEMENT
गुजरात में अपने दूध के उचित दाम माँग रहे किसान पशुपालकों के प्रदर्शन पर बीजेपी सरकार ने लाठी चार्ज कर दिया। एक किसान की मौत हो गई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 22, 2025
घोर भ्रष्टाचार के ख़िलाफ़ आवाज़ उठाने पर आम आदमी पार्टी के नेता चैतर वसावा को गिरफ़्तार कर लिया।
30 साल शासन करने के बाद आज गुजरात में बीजेपी का…
પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં 25 ટકાના વધારાની માંગ
ADVERTISEMENT
આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં 25 ટકા વધારાની માંગ કરી રહ્યા છે. તેમજ છેલ્લા એક સપ્તાહથી ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ટોયલેટમાંથી ડાયરેક્ટ હાઇકોર્ટની સુનાવણીમાં જોડાનારને ફટકારાઇ ગજબની સજા, જાણીને ચોંકી જશો
ADVERTISEMENT
પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મહાપંચાયત કાર્યક્રમને ધ્યાને રાખી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કુમકું પાર્ટી પ્લોટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ એન્જિનીયરિંગ કોલેજ ખાતે હેલિપેડ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં આ મહાપંચાયતમાં હાજર રહેવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ