બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટોયલેટમાંથી ડાયરેક્ટ હાઇકોર્ટની સુનાવણીમાં જોડાનારને ફટકારાઇ ગજબની સજા, જાણીને ચોંકી જશો

સેવાની સજા / ટોયલેટમાંથી ડાયરેક્ટ હાઇકોર્ટની સુનાવણીમાં જોડાનારને ફટકારાઇ ગજબની સજા, જાણીને ચોંકી જશો

Last Updated: 08:49 AM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણી દરમ્યાન એક પક્ષકાર ટોઈલેવમાંથી જોડાયાનો વીડિયો વાયરલ થતા કોર્ટે તેની ગંભીર નોંધ લઈ તેને દંડ ફટકાર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટની ઓનલાઇન સુનાવણી દરમિયાન એક પક્ષકાર અબ્દુલ સમદનો ટોઇલેટમાંથી જોડાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બાદે, કોર્ટે તેની ગંભીર નોંધ લીધી છે. જો કે, અબદુલ સમદે બિનશરતી માફી માગી હોવાથી હાઇકોર્ટે તેને જેલ ન મોકલવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોર્ટે તેના આ વર્તન માટે કડક ટકોર કરતા કહ્યું કે, તેને 15 દિવસ માટે સામાજિક સેવા કરવાની સજા આપી છે અને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે.

કોર્ટના આદેશ મુજબ સમદ સુરતના અઠવાલાઈન વિસ્તારમાં આવેલા મમતા માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે 15 દિવસ સુધી દરરોજ છ કલાક સેવા આપશે. તેની કામગીરીનું પ્રમાણપત્ર જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને રજૂ કરવું રહેશે. કોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આ ગુનો ક્રિમિનલ કન્ટેમ્પ્ટ તરીકે ગણાય છે અને ભવિષ્યમાં આવું વર્તન સહન કરવામાં નહીં આવે.

અબદુલના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સમદ અશિક્ષિત છે અને તેણે જાણીને આવું વર્તન કર્યું નથી. આ દલીલને આધીને કોર્ટ મિત્રે જેલ મોકલવાને બદલે કોમ્યુનિટી સર્વિસનો વિકલ્પ આપવાનો સૂચન આપ્યું હતું. જેને હાઇકોર્ટે માન્ય રાખ્યું હતું.

હાઇકોર્ટે એવો મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે કે, ઓનલાઇન સુનાવણી વખતે પક્ષકારો અને વકીલો કોર્ટની શિસ્ત અને ગૌરવ જાળવે. હાઇકોર્ટે નોંધ્યું કે હાઇકોર્ટ લાઇવ સ્ટ્રીમિંગ રૂલ્સ, 2021 મુજબ, કોઇ પણ પક્ષકારને ઘરથી કે ઓફિસથી સુનાવણીમાં જોડાવું જરૂરી છે. જાહેર સ્થળ કે અસંગત સ્થાન પરથી નહિ.

આ પણ વાંચોઃ ગાડીઓ બંધ પડશે, ઘરોમાં પાણી ઘૂસી જશે, દ્વારકાથી લઇને પાટણ સુધી મેઘો કડાકા-ભડાકા સાથે તૂટી પડશે

આ કેસ દ્વારા હાઇકોર્ટે સંપૂર્ણ ન્યાય આપતો અને શિસ્તનું મહત્વ જગાવતો દ્રષ્ટાંત સ્થાપ્યો છે. સાથે સાથે હાઇકોર્ટે વકીલ વર્ગને પણ આવું વર્તન ન બને તેની ખાતરી કરવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Joined from High Court Virtual Hearing Gujarat High Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ