બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાડીઓ બંધ પડશે, ઘરોમાં પાણી ઘૂસી જશે, દ્વારકાથી લઇને પાટણ સુધી મેઘો કડાકા-ભડાકા સાથે તૂટી પડશે

આગાહી / ગાડીઓ બંધ પડશે, ઘરોમાં પાણી ઘૂસી જશે, દ્વારકાથી લઇને પાટણ સુધી મેઘો કડાકા-ભડાકા સાથે તૂટી પડશે

Last Updated: 08:38 AM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર ખેડા, આણંદ, પંચમહાલમાં તેમજ દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં પણ વરતારો છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદ પડવાની વકી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિત બોટાદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં વરસાદ

  • જલાલપોર 5.24 ઈંચ
  • નવસારી 4.25 ઈંચ
  • મહુવા 2.20 ઈંચ
  • ગણદેવી 2.13 ઈંચ
  • વોલોડ 2.01 ઈંચ
  • વડોદરા 1.65 ઈંચ
  • કડાણા 1.46 ઈંચ
  • કલોલ 1.42 ઈંચ
  • ડોલવણ 1.30 ઈંચ
  • ઉમરગામ 1.02 ઈંચ
  • સોનગઢ 1.02 ઈંચ
AMBALAL_PATEL_VTV.width-800

અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સર્જાતી પરિસ્થિતિઓના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની સંભાવના છે. ડીપ ડિપ્રેશન અથવા લો પ્રેશર વિસ્તાર ઉભો થાય તો તેની સીધી અસર ગુજરાત પર થઈ શકે છે. જુલાઈના અંતિમ દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના આગમનની શક્યતા છે. ખાસ કરીને 28 જુલાઈ પછી પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે. કેટલીક જગ્યાએ પવન 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે, જેના લીધે તંત્રએ સતર્ક રહેવાની અને તાત્કાલિક પગલાં લેવા તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, બ્રિજના સર્વેથી લઇને આ વિવિધ મુદ્દાઓની કરાશે સમીક્ષા

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું

છેલ્લા ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ સર્જાવા પામ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્ય પર ભારે વરસાદી સિસ્ટમ અસર કરી શકે છે. તેઓ જણાવ્યું હતું કે, કેટલીક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતા છે, અને કયાંક તો 10 ઈંચ કે તેથી પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર તેમજ નાગરિકોએ સાવચેત રહેવું જરૂરી બની રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Change Atmosphere Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ