બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલી-ધારી હાઇવે પર ખાનગી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 20 જેટલા વિધાર્થીઓ ઇજાગ્રસ્ત

દુર્ઘટના / અમરેલી-ધારી હાઇવે પર ખાનગી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 20 જેટલા વિધાર્થીઓ ઇજાગ્રસ્ત

Priykant Shrimali

Last Updated: 02:21 PM, 18 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amreli Road Accident : વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી શાળાની બસ અકસ્માતનો ભોગ બની, ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Amreli Road Accident : અમરેલીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વિદ્યાર્થીઓ ભરેલી ખાનગી શાળાની બસ અકસ્માતનો ભોગ બની હતી. વિગતો મુજબ ગોપાલગ્રામ ગામ નજીક બનેલી આ ઘટનાના અંદાજે 20 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તરફ ઘટનાને લઈ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ મુજબ, ઓપી ઝાટકીયા હાઈસ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી ત્યારે અચાનક બસચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ અને અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં અંદાજે 20 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો : પક્ષના વિરોધમાં જઈ ચૂંટણીમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી, ભાજપે આ દિગ્ગજ નેતાને કર્યા સસ્પેન્ડ

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

આ તરફ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓ સારવાર હેઠળ છે. સદભાગ્યે, કોઈ ગંભીર જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, પરંતુ બાળકોને લાગેલી ઈજાઓને કારણે પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhari bus accident Amreli accident Gopalgram incident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ